બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / 7 ફેબ્રુ.થી 8 માર્ચ સુધી રમાશે T20 World Cup 2026, જુઓ ટીમ ઇન્ડિયાનું એલાન ક્યારે

સ્પોર્ટ્સ / 7 ફેબ્રુ.થી 8 માર્ચ સુધી રમાશે T20 World Cup 2026, જુઓ ટીમ ઇન્ડિયાનું એલાન ક્યારે

Jinal Chauhan

Last Updated: 02:14 PM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમને આગામી T20 વર્લ્ડ કપ માટે એલાન ક્યારે થશે તેની તારીખ સામે આવી ગઈ છે. એ દરમિયાન ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે પણ ટીમ સિલેક્ટ કરાશે.

T 20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાનું એલાન ક્યારે અને ક્યાં થશે તેને લઈને મોટું અપડેટ આવ્યું છે. આ અપડેટ BCCIએ જાહેર કર્યું છે. BCCIએ પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું કે આગામી વર્ષે યોજાનારી T20 વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ માટે ભારતીય ખેલાડીઓનું સિલેક્શન 20 ડિસેમ્બરે યોજાશે. ખેલાડીઓનું સિલેક્શન મુંબઈમાં BCCI હેડક્વાર્ટરમાં કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે

T 20 વર્લ્ડ કપ 2026 અને ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 20 ડિસેમ્બરે થશે. પરંતુ હવે BCCIએ એ સમાચાર પર તેમની ઓફિશીયલ મહોર લગાવી દીધી છે. ભારતીય ટીમની સિલેક્શન બપોરે દોઢ વાગ્યે થશે ત્યારપછી T 20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

ન્યૂઝીલેન્ડ સામે સિરીઝ ક્યારે અને શું છે શિડ્યુઅલ

ન્યૂઝીલેન્ડ સામે ભારતને ઘરેલુ વ્હાઈટ બોલ સિરીઝ રમવાની છે. આ સિરીઝ T20 વર્લ્ડ કપ 2026થી શરૂ થતા પહેલા જ થશે. આ સિરીઝમાં કુલ 8 મેચ થશે જેમાં ત્રણ વન ડે અને પાંચ T20 સામેલ છે. પહેલા વનડે સિરીઝ રમાશે જેની મેચ 11 જાન્યુઆરી, 14 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીના રોજ વડોદરા, રાજકોટ અને ઈન્દોરમાં રમાશે.

વનડે સિરીઝ પછી 21થી 31 જાન્યુઆરી વચ્ચે T20 સિરીઝની પાંચ મેચ રમાશે. જેની શરૂઆત નાગપુરથી થશે. બીજી T20 મેચ 23 જાન્યુઆરી રાયપુરમાં રમાશે. ત્રીજી મેચ 25 જાન્યુઆરીના રોજ ગુવાહાટીમાં યોજાશે. 28 જાન્યુઆરીના રોજ વાઈજેગમાં ચોથી T20 જ્યારે 31 જાન્યુઆરીએ છેલ્લી T20 તિરુવનંતપુરમમાં રમાશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ટી 20 વર્લ્ડ કપ માટે આ દિવસે થશે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન, આટલાનું પત્તું કપાશે

T20 વર્લ્ડ કપ 2026 ક્યારે અને ક્યાં સુધી રમાશે?

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7મી ફેબ્રુઆરીના રોજ થશે અને આ ટુર્નામેન્ટ 8 માર્ચ સુધી રમાશે. આ ICC ટૂર્નામેન્ટ આ વખતે ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં રમાઈ રહી છે. એવામાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પ્રબળ દાવેદાર હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Squad Team India Selection T20 World Cup 2026
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ