બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / India slams OIC for inviting Hurriyat Conference to its meeting in Pakistan, says takes such actions 'very seriously'

ઉગ્ર વિરોધ / ભારત ભડક્યું : પાક.માં બેઠક માટે OICએ હુર્રિયત કોન્ફરન્સને આમંત્રણ આપતા કહ્યું તમને વારંવાર કહેવા છતા...

Hiralal

Last Updated: 09:28 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્લામિક સહયોગ સંગઠને પાકિસ્તાનમાં થનારી બેઠકમાં હુરિયત કોન્ફરન્સના ચેરમેનને આમંત્રણ આપતા ભારત નારાજ થયું છે.

  • OICએ પાક.બેઠક માટે હુરિયત કોન્ફરન્સના ચેરમેનને આપ્યું આમંત્રણ
  • ભારતને આ નિર્ણય સામે વાંધો
  • ભારતે OICના આ નિર્ણયને વખોડ્યો
  • પાક.માં થવાની છે ઈસ્લામિક સહયોગ સંગઠનની બેઠક 

ભારતે ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)ની આકરી ટીકા કરી છે. આવતે અઠવાડિયે સંગઠનની બેઠક પાકિસ્તાનમાં થવાની છે તેમાં હુરિયત કોન્ફરન્સના ચેરમેનને આમંત્રણ આપવામાં આવ્યું છે.આ વાતે નારાજ થયેલા ભારતે ઈસ્લામિક સંગઠનને બરોબરનું સંભળાવ્યું છે. સરકારે સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે ઈસ્લામિક સહયોગ સંગઠનની આ પ્રકારની ગતિવિધિને ભારત ગંભીરતાથી લઈ રહ્યું છે. ભારતે સંગઠનને સલાહ આપી કે તેણે ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ થનારી તાકાતને પ્રોત્સાહિત ન કરવી જોઈએ. 

ઈસ્લામિક સંગઠન  એક સભ્યના રાજકીય એજન્ડા પર કામ કરી રહ્યું છે-ભારત 

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતને આશા છે કે ઈસ્લામિક સંગઠન અને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેનાર લોકોને પ્રોત્સાહિત નહીં કરે. એક મીડિયા બ્રીફિંગમાં તેમણે કહ્યું કે દેશની એકતાને નષ્ટ કરનાર તથા ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન કરનારી ગતિવિધિઓને ભારત ગંભીરતાથી લે છે.તેમણે કહ્યું કે આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે ઈસ્લામિક સંગઠન વિકાસ સંબંધી ગતિવિધિઓ પર ધ્યાન આપવાને બદલે એક સભ્યના રાજકીય એજન્ડા પર કામ કરી રહ્યું છે. 

22 અને 23 માર્ચે પાકિસ્તાનમાં ઈસ્લામિક સંગઠનની બેઠક 
ઉલ્લેખનીય છે કે 22 અને 23 માર્ચે પાકિસ્તાનમાં ઈસ્લામિક સંગઠનના વિદેશમંત્રીઓની એક મોટી બેઠક મળવાની છે જેમાં ઓલ પાર્ટી હુરિયત કોન્ફરન્સના અધ્યક્ષને આમંત્રણ અપાયું છે. ઈસ્લામિક સંગઠનની બેઠકમાં હુરિયત કોન્ફરન્સના ચેરમેનની હાજરી સામે ભારતનો વાંધો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ