બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / india pakistan players hugs each other after match t20 women world cup 2023 ind vs pak

Ind Vs Pak / મહિલા T20 World Cupમાં ભારત-પાકિસ્તાન મેચ બાદ ખેલાડીઓએ દિલ જીતી લીધું, કર્યું એવું કે બંને દેશમાં ભરપેટ વખાણ

Premal

Last Updated: 08:05 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે મહિલા ટી20 વર્લ્ડ કપ 2023માં રોમાંચક મેચ જોવા મળી. બંને ટીમોના ખેલાડીઓએ મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં મુલાકાત કરી અને ખૂબ હસી-મજાક પણ કરી.

  • ભારત-પાકિસ્તાન મેચ બાદ બંને ટીમોના ખેલાડીઓએ કરી મુલાકાત
  • બંને ટીમની મહિલા ખેલાડીઓએ કરી મોજમસ્તી
  • ઑટોગ્રાફ કરવામાં આવેલી ટી-શર્ટ પણ એક્સચેન્જ કરી

ભારત-પાકિસ્તાનની મહિલા ખેલાડીઓએ મોજમસ્તી કરી

ટી20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી છે. ભારતે રવિવારે આ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને કમાલ કરી દીધી. જેમિમા રોડ્રિગેજની તોફાની અર્ધસદીના સથવારે ભારતે 150ના લક્ષ્યને પ્રાપ્ત કર્યુ. આ મેચ બાદ પાકિસ્તાન ક્રિકેટે એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ટીમોના ખેલાડીઓ મોજમસ્તી કરી રહ્યાં છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં વધુ પસંદ કરાઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ભારત-પાકિસ્તાનની મહિલા ખેલાડીઓ મોજમસ્તી કરી રહી છે અને મેચ અંગે વાતચીત કરી રહી છે. વીડિયોમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના, સ્ટાર ખેલાડી શેફાલી વર્મા સહિત અન્ય ખેલાડીઓ દેખાઈ રહ્યાં છે. 

બંને ટીમોના ખેલાડીઓએ એકસાથે ગ્રુપ ફોટો ખેંચાવ્યો

બંને ટીમોના ખેલાડીઓએ એકસાથે ગ્રુપ ફોટો ખેંચાવ્યો. આ સાથે ઑટોગ્રાફ કરવામાં આવેલી ટી-શર્ટ પણ એક્સચેન્જ કરી. ભારત-પાકિસ્તાન વચ્ચે ઘણી ઓછી મેચ રમાય છે, પરંતુ આ મેચ બાદ આ પ્રકારના દ્રશ્યોએ સૌ કોઈનુ દિલ જીતી લીધુ. 

છેલ્લે-છેલ્લે રોમાંચક થઇ હતી મેચ 

જો ટી20 વર્લ્ડ કપ 2023માં થયેલ મેચની વાત કરીએ તો પાકિસ્તાને અહીં પ્રથમ બેટીંગ કરીને 149 રન બનાવ્યાં હતા. પાકિસ્તાન તરફથી કેપ્ટન બિસ્માહ મારૂફે 68 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યને પ્રાપ્ત કર્યુ. જો કે, મેચમાં વચ્ચે ભારતીય ટીમ નબળી પડી હતી. પરંતુ જેમિમા રોડ્રિગેજે તોફાની 53 રનની ઈનિંગ રમી. જેણે પાકિસ્તાનના સપનાને તોડી નાખ્યું. જેમિમાનો સાથ રિચા ઘોષે આપ્યો. જેણે માત્ર 20 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યાં. આ બંને ઈનિંગના કારણે ભારતીય ટીમે છેલ્લી 4 ઓવરમાં 41 રન બનાવ્યાં અને પાકિસ્તાનના મોંઢામાંથી જીતનો કોળીયો છીનવી લીધો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ