બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / અન્ય જિલ્લા / india oscar entry chhello show the last film show child actor rahul koli dies
ADVERTISEMENT
ઓસ્કારમાં એન્ટ્રી મેળવનારી ફિલ્મ ‘છેલ્લો શો’ના 10 વર્ષીય એક્ટર રાહુલ કોળીનું કેન્સરના લીધે અવસાન થયું છે. 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે તેનું અવસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
14મી ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે, રાહુલના પિતા રામુભાઇ કોળી ઓટો રીક્ષા ડ્રાઇવર છે અને તેઓએ જણાવ્યું હતું કે, ‘તે ખૂબ જ ખુશ હતો અને કહેતો કે 14 ઓક્ટોબર (ફિલ્મની રિલીઝ તારીખ) બાદ આપણું જીવન બદલાઇ જશે.’ મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ એટલે કે તેનું તેરમું થશે. મહત્વનું છે કે, જામનગર નજીક આવેલા વતન હાપા ખાતે તેના પરિવાર દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.
ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 95માં એકેડેમી એવોર્ડ્સમાં આ ફિલ્મની પસંદગી કરી હતી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 12 દિવસ પહેલા જ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મની પસંદગી કરી હતી. ફિલ્મ ‘છેલ્લો શો’ના ડાયરેક્ટર US સ્થિત પાન નલિન ઉર્ફે નલિન પંડ્યા છે. તેઓ સૌરાષ્ટ્રમાં ઉછર્યા છે અને તેની આસપાસ આ ફિલ્મની સ્ટોરી હશે. રાહુલે ફિલ્મમાં સિગ્નલમેનના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં 6 બાળ કલાકારો છે, જે સ્ટોરીમાં ખૂબ જ મહત્વનો રોલ નિભાવશે.
છેલ્લા ચાર મહિનાથી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં રાહુલની સારવાર ચાલી રહી હતી
ADVERTISEMENT
રાહુલ કોળીની બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયાનું નિદાન થયા બાદ અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં છેલ્લા ચાર મહિનાથી સારવાર ચાલી રહી હતી. બાદમાં જ્યારે ફિલ્મનું શૂટ પૂર્ણ થઇ ગયું ત્યાર બાદ તેના પરિવારને તેની બીમારીની જાણ થઇ હતી. તેને શરૂઆતમાં થોડોક તાવ હતો પરંતુ દવા લીધા બાદ પણ તે વારંવાર બીમાર પડતો હતો.
રાહુલની સારવાર માટે પિતાએ રીક્ષા પણ વેચવી પડી હતી
ADVERTISEMENT
રાહુલના પિતાએ કહ્યું કે, 'રાહુલ 3 ભાઇ-બહેનોમાં સૌથી મોટો હતો. અમે ગરીબ છીએ, પરંતુ તેનું સ્વપ્ન અમારા માટે બધું જ હતું. તેની સારવાર માટે અમારે અમારી રીક્ષા પણ વેચવી પડી. જ્યારે ફિલ્મ ક્રૂને ખબર પડી કે આ શું કર્યું ત્યારે તેઓએ અમને રીક્ષા પરત અપાવી દીધી.'
ગુજરાતી ભાષાની આ બીજી ફિલ્મ કે જેને ઓસ્કાર માટે નોમિનેટ કરાઇ
ADVERTISEMENT
2013ની ફિલ્મ ‘ધ ગુડ રોડ’ બાદ આ બીજી ગુજરાતી ભાષાની ફિલ્મ છે કે જેને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. જ્યાં તે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સ્પર્ધા કરશે.
જાણો 'છેલ્લો શો' ફિલ્મમાં શું છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.