બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Video: અજગર સાથે યુવક ગયો સેલ્ફી લેવા, અને જે હાલ થયા, ખાલી વીડિયો જોઇ હાર્ટબીટ વધી જશે

વાયરલ / Video: અજગર સાથે યુવક ગયો સેલ્ફી લેવા, અને જે હાલ થયા, ખાલી વીડિયો જોઇ હાર્ટબીટ વધી જશે

Last Updated: 09:16 AM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: અજગરે સેલ્ફી લેવા ગયેલા એક વ્યક્તિ પર હુમલો કરી દીધો. અજગરને ટાઈટ પકડી રાખ્યો હોવા છતાં પણ તેને હુમલો કરી દીધો. વીડિયો જોઇને તમે પણ ડરી જશો.

સોશિયલ મીડિયાની દુનિયામાં હંમેશા કંઈકને કંઈક ચાલતું રહે છે. ક્યારેક સોશિયલ મીડિયા પર કંઈક એવું જોવા મળે છે કે જેને જોઇને હસવું આવી જાય છે, તો કેટલીક વાર એવા દ્રશ્યો જોવા મળી જાય છે કે જોઇને ચોંકી જવાય કે ડરી જવાય. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઇને ખરેખર તમારા હોશ ઉડી જશે. આ વીડિયો એક વિશાળ અજગરનો છે જેને ગામલોકોએ ભેગા મળીને પકડી લીધો. લોકોએ અજગરને કસીને પકડી રાખ્યો છે. પણ આ દરમિયાન કંઈક એવું બન્યું જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

જુઓ વીડિયો:

અજગરે કરી દીધો હુમલો

બન્યું એવું કે જ્યારે લોકોએ અજગરને પકડી લીધો, ત્યારે એક વ્યક્તિ મોબાઇલ ફોન લઈને આવ્યો. તે વ્યક્તિને લાગ્યું કે અજગરને પકડી રાખેલો છે તો તે શું કરી લેશે. તે પોતાના મોબાઈલથી સેલ્ફી લેવા ગયો કે તરત જ અજગરે તેના પર જીવલેણ હુમલો કરી દીધો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જયારે વ્યક્તિ સેલ્ફી લેવા પહોંચ્યો કે તરત જ અજગર ગુસ્સે થઈ ગયો.

છાતીમાં ભૂસાડી દીધા દાંત

વીડિયોમાં દેખાય છે કે જયારે વ્યક્તિ સેલ્ફી લેવા ગયો ત્યારે અજગરે તેના પર હુમલો કર્યો. અજગરે પૂરી તાકાતથી હુમલો કર્યો અને માણસની છાતીમાં પોતાના દાંત ઘૂસાડી દીધા. અજગરના હુમલાને જોઈને નજીકમાં ઉભેલા લોકો ચોંકી ગયા. કોઈને વિશ્વાસ ન થયો કે અજગરને આટલો ટાઈટ પકડી રાખ્યો હોવા છતાં પણ તેને હુમલો કરી દીધો.

આ પણ વાંચો: શું હોય છે આ GPS સ્પૂફિંગ? જેનો ભારતીય વાયુસેનાના વિમાન પર કરાયો ઉપયોગ

આ ફ્રેમમાં એક એવું દૃશ્ય છે જે કોઈપણના મનને ચકરાવે ચડાવી દેવા માટે પૂરતું છે. વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો આ વીડિયો પર ભારે કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર therealtarzann હેન્ડલ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

man attacked by python Video National News Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ