ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સનું શનિવારે જાજરમાન કાર્યક્રમ સાથે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સમારોહ હેંગઝોઉ ઓલિમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. આ સ્થળને મોટાભાગના લોકો લોટસ તરીકે પણ ઓળખે છે. આ પ્રસંગે પર્યાવરણ પ્રત્યે પ્રેમ વધારવાના ભાવ સાથે ડિજિટલ આતશબાજી કરાઈ હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં પ્રદર્શન સાથે 19મી એશિયન ગેમ્સના શ્રી ગણેશ કરાયા છે.
INDIA has officially arrived at the 19th #AsianGames 🫶🏼
લીલા રંગના કપડામાં દેખાયા
સ્ટેડિયમમાં ભારતીય ટીમના ધ્વજ ધારકો બોક્સર લોવલિના બોર્ગોહેન અને હોકી કેપ્ટન હરમનપ્રીત સિંહ હતા. જેને તિરંગા માટે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય ખેલાડીઓ ભૂરા અને લીલા રંગના કપડામાં દેખાયા હતા. આ પ્રસંગે એશિયન દેશો વચ્ચે એકતા બતાવવાનો પ્રયાસ કરાયો હતો.
𝑺𝒂𝒃𝒔𝒆 𝑨𝒂𝒈𝒆 𝑯𝒐𝒈𝒂 𝑩𝒉𝒂𝒓𝒂𝒕💪🏻
The excitement & energy of the 🇮🇳 contingent is contagious as they walk into the opening ceremony of #AsianGames2022🔥
આ પ્રસંગે સ્ટેડિયમમાં 'ભારત... ભારત...નો નાદ ગગનમાં ગુંજી ઉઠ્યો હતો. સ્ટેડિયમમાં ખુરશીઓ પર બેઠેલી ભારતીય ટીમે બૂમ પાડી નારા લગાવ્યા કે સબસે આગે હોગા કોણ ? આના પર ખેલાડીઓએ કહ્યું- ભારત-ભારત. તેના બુલંદ અવાજને સાંભળીને રમતવીરો ઉત્સાહથી જુમી ઉઠ્યા હતા. એલઇડી લાઇટનો ઉપયોગ કરીને વોટર વેબ બનાવવામાં આવ્યું હતું. જેના પર શુભંકરે પિયાનો વગાડતા ડાન્સ કર્યો હતો.