બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 PM, 6 May 2025
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. યુદ્ધના ભય વચ્ચે, ભારતીય વાયુસેના ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં મોટા પાયે હવાઈ હુમલાઓનો અભ્યાસ કરશે. આ હવાઈ કવાયત બુધવાર અને ગુરુવારે યોજાશે.
ADVERTISEMENT

આ કવાયત બુધવારે રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
માહિતી અનુસાર, ભારતે ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં 7 અને 8 મેના રોજ યોજાનારી મોટા પાયે હવાઈ કવાયત માટે એરમેનને નોટિસ (NOTAM) જારી કરી છે. આ કવાયત ભારતના નિયમિત ઓપરેશનલ રેડીનેસ કવાયતનો એક ભાગ છે, જેમાં ભારતીય વાયુસેના (IAF) રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર કવાયત હાથ ધરશે. NOTAM મુજબ, આ કવાયત 7 મેના રોજ રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે અને 8 મેના રોજ સવારે 3:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈપણ વિમાન કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.
વધુ વાંચો: પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે સારા સમાચાર, મેળવશે આ મોટી સિદ્ધિ
ADVERTISEMENT
રાફેલ, સુખોઈ અને મિરાજ જેવા ઘણા ફાઇટર જેટ યુદ્ધવિરામ ચલાવશે
ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વાયુસેના 7 મેથી ભારત-પાકિસ્તાન સરહદ પર રણ પ્રદેશ અને નજીકના વિસ્તારોમાં યુદ્ધાભ્યાસ હાથ ધરશે જેમાં રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ-30 સહિત તમામ ફ્રન્ટલાઈન ફાઈટર જેટનો સમાવેશ થશે. તાજેતરની સરહદ પારની ઘટનાઓને પગલે આ પ્રદેશમાં તણાવ વધી ગયો હોવાથી આ કવાયતનો સમય અને સ્થાન મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.