બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:33 AM, 18 February 2026
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ Emmanuel Macronની ભારત યાત્રા દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યાપક સ્તરે સહકાર વધારવા અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. વડાપ્રધાન Narendra Modi સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશોએ સંબંધોને વધુ મજબૂત બનાવવા દિશામાં સ્પષ્ટ સંકેત આપ્યો છે.
ADVERTISEMENT
મુંબઈમાં યોજાયેલી બેઠક અને બાદમાં ઇનોવેશન ફોરમમાં ભાગ લેતાં બંને નેતાઓએ રક્ષણ ઉત્પાદન, આધુનિક ટેકનોલોજી, અવકાશ સંશોધન અને આરોગ્ય ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ખાસ કરીને હેલિકોપ્ટર એસેમ્બલી, મિસાઇલ સિસ્ટમ અને સંયુક્ત ટેકનોલોજી વિકાસ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા.
Held wide-ranging talks with President Macron in Mumbai. Today’s meeting assumes significance because we have elevated the India-France relationship to a Special Global Strategic Partnership. Ours is a partnership for global stability and progress. We discussed cooperation in… pic.twitter.com/Ux7P4bG8Be
— Narendra Modi (@narendramodi) February 17, 2026
ADVERTISEMENT
વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ભારતીય સંસ્થાઓ અને ફ્રાન્સની પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓ વચ્ચે નવા એમઓયુ પર સહમતિ થઈ છે. ડિજિટલ ઇનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્લેટફોર્મ ઉભું કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રે ગ્લોબલ હેલ્થ, ચેપી રોગો અને આધુનિક સારવાર પદ્ધતિઓ પર સંયુક્ત અભ્યાસ માટે વિશેષ કેન્દ્ર સ્થાપવાની યોજના રજૂ કરવામાં આવી. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સૂર્ય અને પવન ઊર્જા પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપવા બંને દેશોએ જૂના કરારોનું નવીનીકરણ પણ કર્યું.
ADVERTISEMENT
After the talks and press statements at Lok Bhavan in Mumbai, President Macron and I are on the way to the other programmes, which include the India-France Innovation Forum.@EmmanuelMacron pic.twitter.com/v2PKPEgP1o
— Narendra Modi (@narendramodi) February 17, 2026
રક્ષણ ક્ષેત્રે સ્થાનિક ઉત્પાદન અને કૌશલ્ય વિકાસ માટે નવું તાલીમ કેન્દ્ર સ્થાપવાની દિશામાં પણ પગલાં લેવાયા છે. બંને દેશોની સેનાઓ વચ્ચે સંકલન વધારવા માટે અધિકારીઓના વિનિમય કાર્યક્રમને પણ મજબૂત બનાવવામાં આવશે.
ADVERTISEMENT
વિશ્લેષકોનું માનવું છે કે આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહી પરંતુ લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક અને આર્થિક સહકારને નવી દિશા આપતી સાબિત થશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે વધતો સહકાર વૈશ્વિક સ્તરે સ્થિરતા અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે મહત્વપૂર્ણ ગણાય છે.
Addressing the joint press meet with President Emmanuel Macron.@EmmanuelMacron https://t.co/FuX0qSUyw7
— Narendra Modi (@narendramodi) February 17, 2026
ADVERTISEMENT
1: બંને દેશોના સંબંધોને હવે 'સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'માં અપગ્રેડ કરવામાં આવ્યા
2: 'Horizon 2047' રોડમેપની સમીક્ષા કરવા માટે દર વર્ષે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાશે
ADVERTISEMENT
3: વર્ષ 2026ને 'ભારત-ફ્રાન્સ ઈનોવેશન યર' તરીકે ઉજવવામાં આવશે.
4: બંને દેશો વચ્ચે નવા વિચારો અને સંશોધનોને પ્રોત્સાહન આપવા 'ઇન્ડો-ફ્રેન્ચ ઇનોવેશન નેટવર્ક' શરૂ કરાયું.
5: કર્ણાટકના વેમગલમાં 'H125 હેલિકોપ્ટર' માટેની ફાઈનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
6: ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે જૂના કરારોનું નવીનીકરણ
7: ભારતની BEL અને ફ્રાન્સની Safran કંપની વચ્ચે 'હેમર મિસાઈલ'ના ભારતમાં ઉત્પાદન માટે સમજૂતી થઈ.
8: બંને દેશોની સેનાઓના અધિકારીઓ હવે એકબીજાના દેશમાં પરસ્પર તૈનાત થઈ શકશે.
9: સંરક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી વિકસાવવા માટે 'જોઈન્ટ એડવાન્સ્ડ ટેકનોલોજી ડેવલપમેન્ટ ગ્રુપ'ની રચના કરવામાં આવી.
10: ક્રિટિકલ મિનરલ્સ અને મેટલ્સ (જેમ કે લિથિયમ વગેરે) ના ક્ષેત્રમાં સહયોગ માટે સંયુક્ત જાહેરાત.
11: DST (ભારત) અને CNRS (ફ્રાન્સ) વચ્ચે આધુનિક સામગ્રીના સંશોધન માટે કેન્દ્ર સ્થાપવા સહમતિ.
12: બંને દેશો વચ્ચે 'ડબલ ટેક્સ અવોઇડન્સ એગ્રીમેન્ટ' (બેવડા કર ટાળવા માટેની સમજૂતી) માં સુધારો કરાયો.
13: તેલંગાણાના T-Hub અને ફ્રાન્સના 'Nord France' વચ્ચે સ્ટાર્ટ-અપ અને નવી ટેકનોલોજી માટે કરાર થયા.
14: વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન વધારવા માટે DST અને CNRS વચ્ચે MOU થયા.
15: ડિજિટલ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ખાસ 'ઇન્ડો-ફ્રેન્ચ સેન્ટર' સ્થાપવાની જાહેરાત.
16: દિલ્હીની AIIMS ખાતે સ્વાસ્થ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ માટે વિશેષ કેન્દ્રની શરૂઆત.
17: ગ્લોબલ હેલ્થ અને ચેપી રોગોના સંશોધન માટે DBT અને ANRS વચ્ચે કરાર.
18: મેટાબોલિક હેલ્થ સાયન્સ (ચયાપચય સંબંધિત રોગો) માટે નવા કેન્દ્રની સ્થાપના.
19: વિમાન ઉદ્યોગમાં કૌશલ્ય વર્ધન માટે 'નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ' સ્થાપવાની યોજના.
20: સૌર અને પવન ઊર્જા જેવા પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાં સહયોગ વધારવા માટે જૂના કરારોનું નવીનીકરણ.
21: ભારત અને ફ્રાન્સના ટપાલ વિભાગો (Department of Posts અને La Poste) વચ્ચે સેવાઓ સુધારવા માટે સમજૂતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.