બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / Politics / સુરત / India first Navsari MP cr patil ISO certification office gujarat bjp

રેકોર્ડ / નવસારી સાંસદ અને ગુજરાતના નવા ભાજપ પ્રમુખ પાટીલ ધરાવે છે દેશની આવી પ્રથમ ઓફિસ

Hiren

Last Updated: 05:44 PM, 20 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમનું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ પરંતુ પહેલા સુરત અને હવે આખો દેશ એમને સી.આર.પાટીલના નામથી જ ઓળખે છે. સતત અને સખત પરિશ્રમ થકી આજે નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. ત્યારે હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે સી.આર. પાટીલની વરણી કરવામાં આવી છે.

  • ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વરણી
  • 70 વર્ષનો રેકોર્ડ તોડી સી.આર.પાટીલ સૌથી વધુ લીડ મેળવનારા સાંસદ બન્યા હતા
  • પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ

ગુજરાતની ગત લોકસભાની ચૂંટણીમાં કુલ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જે પૈકી સુરત-નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સીઆર પાટીલે 70 વર્ષનો રેકોર્ડ તોડી દેશના તમામ સાસદોમાંથી એકમાત્ર સૌથી વધુ લીડ મેળવવાર સાંસદ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. 70 વર્ષનો રેકોર્ડ તોડી સી.આર.પાટીલ સૌથી વધુ લીડ મેળવનારા સાંસદ બન્યા હતા. મહત્વનું છે કે, દેશમાં ISO લેનારી સી.આર. પાટીલની પ્રથમ ઓફિસ છે.

સી.આર.પાટીલ ફરી ત્રીજી ટર્મ માટે સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા છે. સુરત-નવસારી લોકસભા બેઠક પરથી સી.આર.પાટીલે જંગી લીડથી જીત હાંસલ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને માત આપી કુલ 6,89,000 મતોની જંગી લીડથી સાંસદ સીઆર પાટીલે સતત ત્રીજા ટર્મ માટે બાજી મારી હતી.

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વરણી

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢનેતા સી.આર.પાટીલને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

કોણ છે સી.આર. પાટીલ?

સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરૂબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકાઉરાઉત ખાતે સી.આર. પાટીલનો જન્મ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે તેમણે શિક્ષણ લીધું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહી. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતુ નહીં. એ મુદ્દો લઈને સી.આર.પાટીલે 1987મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહી અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા.

એ પછી જીવન સંઘર્ષ તો ચાલુ રહ્યો. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને ગોવિંદા સમિતિની સ્થાપનામાં એમની ભૂમિકા પાયાના પથ્થરની છે. આટલું જ નહિ આના જેવા અનેક પ્રકારના વ્યવસાયિક અને સામાજિક સંગઠનોની રચના અને સંચાલનની જવાબદારી નિભાવી ચુક્યા છે. સામાજિક કાર્યોમાં તેઓ સદા અગ્રેસર રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ