બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારત અને EU વચ્ચે આજે 'મધર ઓફ ઑલ ડીલ', નાણા મંત્રાલયે સંપૂર્ણ રોડમેપ જાહેર કર્યો

વેપાર / ભારત અને EU વચ્ચે આજે 'મધર ઓફ ઑલ ડીલ', નાણા મંત્રાલયે સંપૂર્ણ રોડમેપ જાહેર કર્યો

Pravin Joshi

Last Updated: 09:14 AM, 27 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે 18 વર્ષ બાદ મુક્ત વેપાર સંધિ પર સહમતિ થઈ છે, જેને ‘મદર ઓફ ઑલ ડીલ’ કહેવામાં આવે છે. આ FTA હેઠળ 90 ટકા કરતાં વધુ ઉત્પાદનો પર આયાત શુલ્ક ઘટશે અને સેવા ક્ષેત્રમાં નવા અવસર ખુલશે.

ભારત અને યુરોપીયન યુનિયન (EU) વચ્ચે લગભગ 18 વર્ષથી ચાલી રહેલી મુક્ત વેપાર સંધિ (FTA) અંગેની વાતચીત હવે અંતિમ મંજિલે પહોંચી ગઈ છે. જેને ‘મદર ઓફ ઑલ ડીલ’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે, તે આર્થિક અને વ્યૂહાત્મક દૃષ્ટિએ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ માનવામાં આવી રહી છે. આ સમજૂતીનું ઔપચારિક જાહેરનામું મંગળવારે થવાનું છે અને નાણાં મંત્રાલયે તેના સંપૂર્ણ રોડમેપ વિશે માહિતી આપી છે.

2007માં શરૂ થયેલી ભારત–EU FTA ચર્ચાઓ અનેક વખત અટકી, ધીમી પડી અને ફરી આગળ વધી, પરંતુ વૈશ્વિક વેપારમાં બદલાતા પરિબળો, સપ્લાય ચેનના પુનર્ગઠન પરિસ્થિતિઓએ બંને પક્ષોને ફરી નજીક લાવ્યા. હવે આખરે બંનેએ એક સંતુલિત, ભવિષ્યમુખી અને પરસ્પર લાભદાયી કરાર પર સહમતિ વ્યક્ત કરી છે, જે ભારત અને યુરોપ વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ આપશે.

didha - 2026-01-27T033653.901

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું અનુસાર, આ સમજૂતીનો ટેક્સ્ટ તૈયાર થઈ ગયો છે, પરંતુ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે ‘લીગલ સ્ક્રબિંગ’માં અંદાજે પાંચથી છ મહિનાનો સમય લાગશે. ત્યારબાદ બંને પક્ષો સત્તાવાર રીતે હસ્તાક્ષર કરશે. સરકારનું માનવું છે કે આગામી એક વર્ષમાં આ FTA અમલમાં આવી શકે છે.

આ મુક્ત વેપાર કરારનું મુખ્ય લક્ષ્ય દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં વધારો કરવાનો છે. યુરોપીયન યુનિયન વિશ્વના સૌથી મોટા આર્થિક બ્લોક્સમાંનું એક છે અને ભારત માટે તે એક વિશાળ અને સ્થિર બજાર પ્રદાન કરે છે. આ કરારથી ભારતીય ઉદ્યોગોને યુરોપના બજારોમાં વધુ સરળ પ્રવેશ મળશે, જ્યારે યુરોપીયન કંપનીઓને ભારતના ઝડપી વિકસતા ઉપભોક્તા બજારમાં નવી તકો મળશે.

Free Trade Agreement

વિશેષજ્ઞો માને છે કે આ ડીલ ભારતના મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, આઈટી અને સર્વિસ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. EU તરફથી અત્યાર સુધી ભારતીય શ્રમ આધારિત ઉદ્યોગો પર સરેરાશ 10 ટકા સુધી આયાત શુલ્ક લાગુ પડતું હતું, જે હવે મોટા પ્રમાણમાં ઘટશે. આથી ભારતીય નિકાસ વધુ સ્પર્ધાત્મક બનશે.

FTA હેઠળ બંને પક્ષોએ 90 ટકા કરતા વધુ વસ્તુઓ પર આયાત શુલ્ક ઘટાડવા અથવા સંપૂર્ણપણે દૂર કરવા પર સહમતિ આપી છે. ભારત તરફથી યુરોપીયન ઓટોમોબાઈલ્સ અને તેના પાર્ટ્સ પર લાગતા ઉંચા શુલ્ક, જે હાલ 35 ટકા કરતા વધુ છે, તેમાં પણ તબક્કાવાર ઘટાડો થવાની શક્યતા છે. પ્લાસ્ટિક, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં પણ નવા દરવાજા ખુલશે.

માત્ર માલ વેપાર નહીં, પરંતુ સેવા ક્ષેત્રમાં પણ આ કરાર મહત્વપૂર્ણ સાબિત થશે. ટેલિકોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, અકાઉન્ટિંગ, ઓડિટિંગ અને અન્ય વ્યાવસાયિક સેવાઓ માટે નિયમો સરળ બનાવવામાં આવશે. આથી ભારતીય પ્રોફેશનલ્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને યુરોપમાં વધુ અવસર મળશે અને કુશળ માનવ સંસાધનનો વૈશ્વિક પ્રવાહ વધશે.

નાણાં મંત્રાલયનું માનવું છે કે આ સમજૂતી વૈશ્વિક સપ્લાય ચેનમાં ભારતની ભૂમિકા મજબૂત કરશે. ખાસ કરીને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ઊંચા શુલ્કના કારણે જે વૈશ્વિક વેપાર પર અસર પડી છે, તેને સંતુલિત કરવામાં આ FTA મદદરૂપ થશે. ભારતને અમેરિકા તરફથી કેટલાક ઉત્પાદનો પર 50 ટકા સુધીના શુલ્કનો સામનો કરવો પડે છે, જ્યારે EU સાથેનો આ કરાર ભારતીય નિકાસકારોને વૈકલ્પિક બજારો તરફ દોરી જશે.

આ સમજૂતી ચીન પર વૈશ્વિક નિર્ભરતા ઘટાડવાના ભારતના વ્યૂહાત્મક લક્ષ્ય સાથે પણ સુસંગત છે. યુરોપ સાથે મજબૂત વેપાર સંબંધો ભારતને વૈશ્વિક ઉત્પાદન અને રોકાણ માટે વધુ આકર્ષક કેન્દ્ર બનાવશે. લાંબા ગાળે, આ કરાર રોજગાર સર્જન, ટેકનોલોજી ટ્રાન્સફર અને આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપી શકે છે.

કુલ મળીને, ભારત–EU ‘મદર ઓફ ઑલ ડીલ’ માત્ર એક વેપાર કરાર નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક હાજરીનું પ્રતીક છે. આવનારા વર્ષોમાં આ સમજૂતી ભારતના વિકાસના માર્ગને નવી દિશા આપશે અને તેને વિશ્વ અર્થવ્યવસ્થામાં વધુ મજબૂત સ્થાન અપાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

IndiaEuropeFTA MotherOfAllDeals IndiaEUDeal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ