બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / india enters guinness book of world records for waving over 78000 national flags

ગર્વની વાત / ભારતે એક સાથે 78000થી વધારે તિરંગા લહેરાવીને રચ્યો ઈતિહાસ, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

Pravin

Last Updated: 04:39 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

23 એપ્રિલના રોજ એક સાથે સૌથી વધારે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

  • ભારત વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો
  • સૌથી વધારે ઝંડા લહેરાવવાનો રેકોર્ડ 
  • પાકિસ્તાનનો રેકોર્ડ તોડી નાખ્યો

 

23 એપ્રિલના રોજ એક સાથે સૌથી વધારે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ ઐતિહાસિક દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે, 23 એપ્રિલે ભારતે બિહારના ભોજપુરમાં વીર કુંવર સિંહ વિજયોત્સવ કાર્યક્રમમાં એક સાથે 78,220 ઝંડા લહેરાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે. આ પ્રયાસને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રતિનિધિઓએ જોયો અને સહભાગીઓને શારીરિક ઓળખાણ માટે બેંડ પહેરવા માટે કહેવામાં આવ્યું હતું.

23 એપ્રિલે બિહારમાં સ્થપાયો રેકોર્ડ

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવા માટે ગૃહમંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયે 23 એપ્રિલ 2022ના રોજ બિહારના ભોજપુરમાં જગદીશપુરમાં સૌથી વધારે લોકો દ્વારા ઝંડા લહેરાવાનો રેકોર્ડ બનાવામાં આવ્યો. બિહારના ભોજપુર જિલ્લાના દલૌર મેદાનમાં શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં 78,220 લોકોએ એક સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને એક નવો કીર્તિમાન સ્થાપિત કરીને ઈતિહાસ રચ્યો હતો.

પાકિસ્તાનનો રેકોર્ડ તોડી નાખ્યો

આ અગાઉ પાકિસ્તાનમાં લગભગ 18 વર્ષ પેહલા એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં 56,000 પાકિસ્તાનીઓએ લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, મહાન સ્વતંત્ર સેનાની બાબૂ વીર કુંવર સિંહની જયંતિ પર જગદીશપુરમાં પાંચ મિનીટ સુધી ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવામાં આવ્યો હતો અને આઝાદીનો અમૃત મહોત્સવ મનાવામાં આવ્યો હતો. 23 એપ્રિલે જગદીશપુરમાં આયોજીત વિજયોત્સવ કાર્યક્રમમાં લોકોએ ઝંડો લહેરાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, વીર કુંવર સિંહે 23 એપ્રિલ 1858ના જગદીશપુરની પાસે અંતિમ લડાઈ લડી હતી અને આ લડાઈમાં ઈસ્ટ ઈંડિયા કંપનીને હરાવી દીધી હતી. જગદીશપુર કિલ્લાથી યુનિયન જૈકનો ઝંડો ઉતાર્યા બાદ રાષ્ટ્રની સેવામાં કુંવર સિંહ શહીદ થઈ ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ