બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / india election results 2023 bjp win rajasthan chhattisgarh mp pm narendra modi adhir ranjan chowdhury

નિવેદન / 'આ તો PM મોદીની જીત છે', 3 રાજ્યોમાં કોંગ્રેસના પરાજય બાદ અધીર રંજન ચૌધરીએ કેમ આવું કહ્યું?

Dinesh

Last Updated: 01:46 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly election 2023: પીએમ મોદીએ સંસદના શિયાળુ સત્ર પહેલા વિપક્ષની હાર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જેઓ હાર્યા છે તેઓએ સંસદમાં પોતાની હાર પર ગુસ્સો ન કાઢવો જોઈએ

  • ચાર રાજ્યોની ચૂંટણીને લઈ કોંગ્રેસના નેતા અધીર રંજનનું નિવેદન
  • 'મતદાન પીએમ વિરુદ્ધ બઘેલ અને પીએમ વિરુદ્ધ ગેહલોતનો હતો'
  • તેલંગાણામા કોંગ્રેસને 64, BRSને 39 અને ભાજપને 8 બેઠકો મળી


મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બમ્પર જીત બાદ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. ત્રણ રાજ્યોમાં હાર બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ ભાજપની જીત નથી પરંતુ મોદીની જીત છે. થોડા દિવસો પહેલા જ્યારે અમે કર્ણાટક અને હિમાચલમાં જીત્યા ત્યારે પીએમ ક્યાં હતા? તેમણે કહ્યું કે, મતદાન પીએમ વિરુદ્ધ બઘેલ અને પીએમ વિરુદ્ધ ગેહલોતનો હતો. 

'વિપક્ષની હાર પર કટાક્ષ કર્યો'
બીજી તરફ પીએમ મોદીએ સંસદના શિયાળુ સત્ર પહેલા વિપક્ષની હાર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જેઓ હાર્યા છે તેઓએ સંસદમાં પોતાની હાર પર ગુસ્સો ન કાઢવો જોઈએ. આ દરમિયાન તેમણે વિપક્ષોને સલાહ આપતા કહ્યું કે આ તેમના માટે સુવર્ણ તક છે. વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારનો ગુસ્સો બહાર કાઢવાનું આયોજન કરવાને બદલે જો તેઓ અગાઉની હારમાંથી શીખે અને 9 વર્ષના નકારાત્મક વલણને છોડીને આ સત્રમાં સકારાત્મકતા સાથે આગળ વધે તો દેશનો તેમના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જશે.  

ગૃહમાં સહકાર આપવા વિનંતી કરું છું: PM મોદી
પીએમએ વિપક્ષને લઈને વધુમાં કહ્યું કે હું તમને ગૃહમાં સહકાર આપવા વિનંતી કરું છું. તેનાથી તમને ફાયદો પણ થશે અને સકારાત્મકતાનો સંદેશ તમારી ઈમેજ બદલી નાખશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા હતા, જો કે તેલંગાણા રાજ્યમાં કોંગ્રેસનો વિજય થયો હતો. મધ્યપ્રદેશમાં આ ચૂંટણીમાં ભાજપે 164 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 66 બેઠકો મળી હતી. રાજસ્થાનમાં ભાજપે 115 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. આ સિવાય છત્તીસગઢમાં ભાજપને 54 અને કોંગ્રેસને 35 બેઠકો મળી છે. તેલંગાણાની વાત કરીએ તો કોંગ્રેસને 64, BRSને 39 અને ભાજપને 8 બેઠકો મળી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ