બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / India did not give a visa to this England player, British government also made a statement Know what the controversy is

ક્રિકેટ / ભારતે ઈંગ્લેન્ડના આ ખેલાડીને ન આપ્યા વિઝા, બ્રિટિશ સરકારે પણ આપ્યું નિવેદન; જાણો શું છે વિવાદ

Megha

Last Updated: 08:47 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડના 20 વર્ષીય ઓફ સ્પિનર ​​શોએબ બશીરને આખરે ભારત માટે વિઝા મળી ગયા છે. ECB એ બુધવારે સાંજે તેની પુષ્ટિ કરી હતી. જો કે વિલંબને લઈને બેન સ્ટોક્સે આ વિશે નારાજગી વ્યક્ત કરી હતી.

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ આજથી શરૂ થવાની છે. 
  • ઈંગ્લેન્ડના સ્પિનર ​​શોએબ બશીરને આખરે ભારત માટે વિઝા મળી ગયા છે. 
  • તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની બીજી મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ આજથી એટલે કે 25 જાન્યુઆરીથી શરૂ થવાની છે, પરંતુ હૈદરાબાદમાં પ્રારંભિક ટેસ્ટ પહેલા જ એક મોટો વિવાદ ઉભો થયો હતો. આ વિવાદમાં બ્રિટિશ સરકાર દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. વાસ્તવમાં, 20 વર્ષીય ઓફ સ્પિનર ​​શોએબ બશીરને ભારતના વિઝા મળવામાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે તેને ટીમના પ્રેક્ટિસ સેન્ટર અબુ ધાબીથી ઘરે પરત ફરવું પડ્યું હતું. 

જો કે હવે ઈંગ્લેન્ડના 20 વર્ષીય ઓફ સ્પિનર ​​શોએબ બશીરને આખરે ભારત માટે વિઝા મળી ગયા છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ બુધવારે સાંજે તેની પુષ્ટિ કરી હતી. વિઝામાં વિલંબને કારણે તે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સાથે ભારત આવી શક્યો ન હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની બીજી મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે.  

ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે ટ્વીટ કર્યું, 'શોએબ બશીરને હવે તેના વિઝા મળી ગયા છે અને તે આ સપ્તાહના અંતમાં ઇંગ્લેન્ડની ટીમમાં જોડાવા માટે ભારતની મુસાફરી કરશે. અમને આનંદ છે કે હવે પરિસ્થિતિનો ઉકેલ આવ્યો છે.' 

જણાવી દઈએ કે શોએબ બશીરને પ્રથમ વખત નેશનલ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. 20 વર્ષીય યુવા બોલરને તેની સ્પિન બોલિંગ ક્ષમતાના કારણે ભારત ટુર માટે પસંદ કરવામાં આવ્યો છે. જો કે બશીર વિઝા વિવાદને કારણે પ્રથમ મેચ રમી શકશે નહીં, પરંતુ તે આવતા સપ્તાહે ટીમ સાથે જોડાશે. આ મામલે બંને ટીમો તરફથી અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ આ પ્રક્રિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ આશા વ્યક્ત કરી હતી કે શોએબ બશીરને વિઝા મળશે અને કહ્યું, 'સાચું કહું તો મને શોએબ બશીર માટે ખરાબ લાગે છે. તે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સાથે પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યો હતો અને આ કોઈ માટે સરળ નથી. કમનસીબે, હું વિઝા ઓફિસમાં બેસતો નથી કે તમને બાકીની માહિતી આપી શકું, પરંતુ મને આશા છે કે તે જલ્દી અહીં આવે અને આપણા દેશની મજા માણે અને અહીં ક્રિકેટ પણ રમે.'

આ મામલે સ્ટોક્સે પ્રથમ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'જ્યારે મને અબુ ધાબીમાં આ સમાચાર મળ્યા ત્યારે મેં કહ્યું હતું કે જ્યાં સુધી બશીરને વિઝા ન મળે ત્યાં સુધી અમારે ભારત ન જવું જોઈએ. પરંતુ તે ભાવનાત્મક પ્રતિક્રિયા હતી, વ્યવહારુ નહીં. બશીરને આ બધાનો સામનો કરવો પડ્યો એનું મને ખૂબ જ દુઃખ છે. આ એક નિરાશાજનક સ્થિતિ છે. અમે ડિસેમ્બરના મધ્યમાં ટીમની જાહેરાત કરી હતી અને આજે 24 જાન્યુઆરી છે અને અમારી પાસે શોએબની ગેરહાજરીનું કારણ નથી. આશા છે કે આ મુદ્દો જલ્દી ઉકેલાઈ જશે અને અમે પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું.'

વધુ વાંચો: Mary Kom એ સંન્યાસનું કર્યું એલાન: 6 વખત રહી ચૂકી છે વર્લ્ડચેમ્પિયન, 2012માં ઓલમ્પિક્સમાં જીત્યો હતો મેડલ

બ્રિટિશ સરકારના પ્રવક્તાએ આ વિશે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની મૂળના નાગરિકને ભારતીય વિઝા મેળવવામાં વિલંબ થયો હોય. તેમણે કહ્યું, 'ભારત સરકાર અને શોએબ બશીર આ મુદ્દાની વિગતોથી વાકેફ છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ભારત વિઝા પ્રક્રિયામાં બ્રિટિશ નાગરિકો સાથે ન્યાયી વર્તન કરે. અમે પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિકોને લઈને લંડનમાં ભારતીય હાઈ કમિશન સમક્ષ આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ