બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ''ઈરાનમાંથી તુરંત...'', ઈઝરાયલ જંગ વચ્ચે ભારતીયો માટે કેન્દ્રની એડ્વાઈઝરી

વિશ્વ / ''ઈરાનમાંથી તુરંત...'', ઈઝરાયલ જંગ વચ્ચે ભારતીયો માટે કેન્દ્રની એડ્વાઈઝરી

Jinal Chauhan

Last Updated: 02:11 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ ઉગ્ર બનતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. આ વચ્ચે ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેલા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાની અને નવા પ્રવાસીઓને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ ગંભીર બનતા, ઈરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો માટે મહત્વપૂર્ણ સલાહ જાહેર કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીયોએ ઈરાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. સુરક્ષાના કારણોસર હાલ ઈરાન જવું યોગ્ય નથી. આ ઉપરાંત ઈરાનમાં હાલમાં રહેતા ભારતીય નાગરિકોને પણ શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે જે ભારતીયો ઈરાનમાં છે તેઓ ઉપલબ્ધ તમામ માર્ગો અને સાધનોનો ઉપયોગ કરીને સુરક્ષિત સ્થળે પહોંચી જાય અને ઈરાનમાંથી બહાર નીકળી જાય.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હુમલાઓ તેજ

માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે ઈરાને ઈઝરાયલ પર હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈઝરાયલે પણ ઈરાનના અનેક શહેરો પર હુમલા કર્યા. ઈઝરાયલે તેહરાન, ઇસ્ફહાન, તબ્રિઝ સહિતના વિસ્તારોને નિશાન બનાવી મિસાઇલ અને અન્ય સૈન્ય હુમલાઓ કર્યા.

અહેવાલો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સાવધાની રાખવાની સલાહ આપી હતી, છતાં ઈઝરાયલે જવાબી કાર્યવાહી હાથ ધરી.

vtv hiring

આ પણ વાંચોઃ અમેરિકામાં H-1B વિઝા નિયમોમાં થઈ શકે છે અનેક ફેરફાર, જાણો ભારતીયોને શું અસર થશે?

અમેરિકા પર આરોપ

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હાલના યુદ્ધવિરામના ભંગ માટે અમેરિકા પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે ઈઝરાયલની કાર્યવાહી અને અમેરિકાની નીતિઓને અલગ કરીને જોઈ શકાય નહીં. બઘાઈના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ જે પગલાં ભરી રહ્યું છે તેમાં અમેરિકાની નીતિઓનો પણ પ્રભાવ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel Indian Embassy
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ