બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:53 AM, 8 June 2026
ડોમિનિકન રિપબ્લિકના લા રોમાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ છે. ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહેલું એક ખાનગી વિમાન રનવે પર ઉતરતાની સાથે જ અકસ્માતનો ભોગ બન્યું. આ ઘટનામાં વિમાનમાં સવાર બંને ક્રૂ સભ્યો, પાયલટ અને કો-પાયલટના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ADVERTISEMENT
માહિતી મુજબ ટેક્નિકલ સમસ્યાના કારણે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની જરૂર પડી હતી. જોકે, વિમાન રનવેને સ્પર્શતા જ તેમાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. થોડા જ સેકન્ડોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વિમાન લેન્ડિંગ કર્યા બાદ અચાનક ધુમાડો ઊઠે છે અને પળવારમાં જ ભીષણ આગ ફાટી નીકળે છે. આ દ્રશ્યો ખૂબ જ ભયાનક છે અને જોઈને લોકોના રોમાંચ ઊભા થઈ જાય છે.અકસ્માત બાદ એરપોર્ટની ઇમરજન્સી ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
Tragic development: A private jet has crashed during an emergency landing attempt at La Romana International Airport in the Dominican Republic.#aircraft pic.twitter.com/Q4nmtpn4ul
— FL360aero (@fl360aero) June 7, 2026
પ્રાથમિક માહિતી અનુસાર ખાનગી જેટ ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. વિમાન સંપૂર્ણ રીતે લેન્ડ થાય તે પહેલાં જ અકસ્માતનો ભોગ બન્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગ શા માટે કરવી પડી હતી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે. વિમાનની ટેક્નિકલ સ્થિતિ, ફ્લાઇટ ડેટા અને અન્ય પુરાવાઓની તપાસ કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી શા માટે માંગી હતી તેના પર તપાસનો મુખ્ય ફોકસ રહેશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈરાન-હિઝબુલ્લાહના એકસાથે એટેકથી હચમચી ઉઠ્યું ઈઝરાયલ, કહ્યું ''પલટવાર કર્યો તો...''
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક રનવે પર પહેલેથી જ બીજું વિમાન ઊભું છે. તે દરમિયાન ખાનગી જેટ ખૂબ જ ઝડપે લેન્ડિંગ માટે આગળ વધતું દેખાય છે. સદનસીબે તે રનવે પર ઊભેલા વિમાન સાથે અથડાયું નહોતું, નહીં તો અકસ્માત વધુ ભયાનક બની શક્યો હોત.
વિમાનનો આગળનો ભાગ રનવેને સ્પર્શતા જ અચાનક જોરદાર વિસ્ફોટ થયો અને તેમાં ભીષણ આગ લાગી ગઈ. થોડી જ ક્ષણોમાં આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા. ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી રહેલા લોકોના ડરેલા અને ચિંતિત ચહેરા પણ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.