બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / india 10 trillion dollar economy mukesh ambani agm reliance

નિવેદન / 10 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની શકે છે ભારત : મુકેશ અંબાણી

Published By: Mehul

Last Updated: 06:43 PM, 12 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર (CMD) મુકેશ અંબાણીએ કહ્યું કે વર્ષ 2030 સુધી ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. RILની વાર્ષિક મહાસભા (Annual General Meeting)ને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ સોમવારે આ વાત કહી.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા 5 વર્ષમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે દેશના ઘણા સેક્ટરમાં જે મંદી દેખાઇ રહી છે. તે અસ્થાયિ છે અને અર્થવ્યવસ્થાના બુનિયાદી પરિમાણો મજબૂત છે. એમણે કહ્યું કે હવે કોઇપણ ભારતની અર્થવ્યવસ્થાને આગળ વધતા રોકી નહીં શકે અને વર્ષ 2030 સુધીમાં 10 ટ્રિલિયન ડોલરનો આંકડો પ્રાપ્ત કરી લેશે. 

મુકેશ અંબાણીએ કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2024 સુધી દેશને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હું આ મહત્વકાંક્ષી લક્ષ્યને પૂર્ણ રીતે સમર્થન આપું છું. ખરેખર તો હું તે સ્પષ્ટ રીતે જોઇ રહ્યો છું કે વર્ષ 2030 સુધી ભારત 10 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની જશે અને દરેક ભારતીયને તેનો ફાયદો મળશે.' 

મુકેશ અંબાણીએ કહ્યું કે, 'આ હાંસલ કરવો સંભવ છે. તથા જરૂરી પણ છે. હું એટલા માટે કહી રહ્યો છું કે ડીજીટલના ભરોસે ન માત્ર જીડીપી વધશે, તેથી સૌનો વિકાસ થશે. અર્થવ્યવસ્થાના ઘણા સેક્ટરમાં મંદી છે, પરંતુ તે અસ્થાયિ છે, અર્થવ્યવસ્થા ઘણી મજબૂત છે.'

મુકેશ અંબાણીએ કહ્યું કે, 'આગળ જતા સંરચનાત્મક સુધારાને કારણે અવસર વધશે. ભારતમાં રાજનૈતિક અર્થિરતા જોવા મળી છે. સરકાર વેપારને પ્રોત્સાહન અને નિયમન માટે નવી સંસ્થાઓ સ્થાપી રહી છે. તમામ નાગરિકોનું જીવન વધુ સારુ બનાવવા અને આવકની અસમાનતા દૂર કરવા માટે દીર્ધકાલીન ઉપાય કરવામાં આવી રહ્યા છે. ભારત આગળ વધી રહ્યો છે. હવે ધરતીની કોઇપણ તાકાત ભારતને આગળ વધતા રોકી નહીં શકે.'

સંકળાયેલા મુદ્દાઓ

Business News Economy Mukesh Ambani National News Reliance Industries Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ