બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG Sarfaraz Khan got test cap, father Naushad started crying Video

IND vs ENG / રાજકોટ ટેસ્ટમાં આ ખેલાડીએ ટીમ ઈન્ડિયામાં કર્યું ડેબ્યૂ, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પિતા, ભાવુક કરી દે તેવો વીડિયો વાયરલ

Megha

Last Updated: 02:44 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચનો પ્રારંભ થયો છે. ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માતે લાંબી રાહ બાદ સરફરાઝ ખાનને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ આજે રમાઈ રહી છે. 
  • ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને ડેબ્યૂ કેપ મળી હતી.
  • સરફરાઝ ખાનના પિતા પુત્રની ગર્વની ક્ષણ જોઈને ભાવુક થયા હતા. 

ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ આજે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી, ચોથી અને પાંચમી ટેસ્ટ મેચ માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે શ્રેયસ અય્યરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે જ દિવસે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાનનું ટેસ્ટ ડેબ્યૂ નિશ્ચિત હોવાનું પુષ્ટિ મળી હતી. 

સરફરાઝ ખાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધૂમ મચાવીને ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ તેને બીજી ટેસ્ટમાં તક મળી ન હતી. પણ આખરે રાહ પૂરી થઈ અને ઉત્તર પ્રદેશના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાન સાથે ડેબ્યૂ કેપ મળી હતી. સરફરાઝ ખાનના પિતા સ્ટેડિયમમાં હાજર હતા અને આ દ્રશ્ય જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. જેની તસવીરો અને વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે. 

સરફરાઝ ખાનને ભૂતપૂર્વ ભારતીય લેગ સ્પિનર ​​અનિલ કુંબલેએ ટેસ્ટ કેપ આપી હતી. જેને લઈને તે સીધો તેના પિતા નૌશાદ ખાન પાસે ગયો. નૌશાદ ખાન અને સરફરાઝ ખાનની પત્ની મેચ માટે સ્ટેડિયમમાં હાજર હતા. તેના પિતાએ કેપને ચુંબન કર્યું અને રડવા લાગ્યા હતા. જે બાદ ત્રણેય એ કેપ સાથે પોતાનો ફોટો ક્લિક કરાવ્યો હતો. આ સાથે જ સરફરાઝ ખાનની પત્ની પણ આ ક્ષણની ખુશીમાં પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં અને રડવા લાગી હતી. 

વધુ વાંચો: 'ઇંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ નથી પરંતુ...', IND vs ENG ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રવિન્દ્ર જાડેજાનું નિવેદન

નોંધનીય છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ગુરુવારે અહીં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાંચ મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સની આ 100મી ટેસ્ટ મેચ છે. ભારતે મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન અને વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને ડેબ્યૂ કરવાની તક આપી છે. ઈંગ્લેન્ડે સ્પિનર ​​શોએબ બશીરની જગ્યાએ માર્ક વૂડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ