ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
લૉર્ડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતનો ભવ્ય વિજય, બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું, માત્ર ત્રીજી વખત આવું થયું છે. IND vs ENG, 2nd Test, Day 5: લૉડ્સ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે 272 રનનો લક્ષ્યાંક પાર કરવા માટે ઈંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરી હતી. જ્યાં પરંતુ ભારતીય બોલરોની શ્રેષ્ઠ બોલિંગના કારણે માત્ર 90 રનમાં 7 વિકેટ ઝપટી લીધી હતી. મોહમ્મદ સિરાઝ દ્વારા ઉત્તમ બોલિંગ કરીને 2 બોલમાં 2 વિકેટ ખડકાવી દેતા ઈંગ્લેન્ડની ટીમને જીતથી દૂર કરી દીધી હતી. સિરાઝે 39મી ઓવરમાં એકસાથે 2 વિકેટ પાડીને ઈંગ્લેન્ડની કમર ભાંગી નાખી હતી. સિરાઝની બોલ પર પહેલા મોઈન અલી અને પછી સૈમ કરેનને પવેલિયન પાછા મોકલ્યા હતા. આ સાથે ભારતની જીતનો ઝંડો લૉડ્સમાં જ ફરકવા લાગ્યો હોવાનું નિશ્ચિત બની ગયું હતું.
સિરાઝ પછી ટી બેક્ર બાદ જસપ્રિત બુમરાહે પણ કમાલ કરી દીધો હતો. અને ત્રીજા બોલ પર કેપ્ટન રૂટનો કેચ સ્લિપમાં ઉભા કોહલીએ કરીને વધુ એક ઝટકો આપ્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન રૂટ માત્ર 33 રન બનાવીને આઉટ થયો હતા.
ADVERTISEMENT
મહત્વનું છે કે, ટી બ્રેકની થોડી ક્ષણ પહેલા ઈશાન શર્માએ બેયરસ્ટોને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. બેયરસ્ટોએ 24 બોલમાં માત્ર 2 જ રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન 33 રન પર અણનમ હતો. પરંતુ થોડી વારમાં તેની પણ વિકેટ બુમરાહે ટી બ્રેક પછી લીધી હતી. ભારતીય બોલરોમાં શમી, બુમરા, ઈશાંત, અને સિરાઝની ઘાતક બોલિંગથી ઈંગ્લેન્ડને હારનો અંદાજો અગાઉ જ આપી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ