બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Ban Virat Kohli: Kohli broke Sachin Tendulkar's world record, became the king in this matter

Ind vs Ban / ક્રિકેટમાં હવે કોહલી જ કિંગ: સચિન તેડુલકરનો વર્લ્ડ રેકોર્ડ કર્યો ધ્વસ્ત, બન્યો 26 હજારી, સદીમાં હવે એક ડગલું દૂર

Pravin Joshi

Last Updated: 10:57 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં કિંગ કોહલીએ 103 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 26000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે.

  • ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો 
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 26000 રન બનાવનાર બેટ્સમેન 
  • આ મામલે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પુણેના એમસીએ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં કિંગ કોહલીએ 103 રન બનાવ્યા હતા. કોહલીએ 77 રન બનાવતાની સાથે જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 26000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. આ સિદ્ધિ મેળવનાર તે બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સમયગાળા દરમિયાન તેણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

 

511 મેચોની 567 ઇનિંગ્સમાં 26000 રન બનાવ્યા 

સચિન તેંડુલકર સિવાય ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર બે જ ખેલાડી એવા છે જેમણે 26 હજાર રનનો આંકડો પાર કર્યો છે. રન મશાની કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 511 મેચોની 567 ઇનિંગ્સમાં 106ના સ્ટ્રાઇક રેટ સાથે 26000 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26000 રન બનાવવા માટે કુલ 601 ઈનિંગ્સ રમી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

1.સચિન તેંડુલકર – 664 મેચ – 34,357 રન

2. કુમાર સંગાકારા – 594 મેચ – 28,016 રન

3. રિકી પોન્ટિંગ- 560 મેચ - 27,483 રન

4. વિરાટ કોહલી- 511 મેચ - 26000* રન

5. મહેલા જયવર્ધન – 652 મેચ – 25,957 રન

કોહલી હજુ પણ સચિનથી 22 સદી દૂર 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 78મી સદી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન કુલ 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આ મામલે વિરાટ કોહલી હજુ પણ સચિનથી 22 સદી દૂર છે. સચિને તેની ODI કરિયરમાં 49 સદી ફટકારી હતી. બીજી સદી ફટકારતા જ વિરાટ આ ફોર્મેટમાં ક્રિકેટના ભગવાન સમાન બની જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ