બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Aus: 2nd test, Team India Won by 6 wickets

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાએ અઢી જ દિવસમાં ટેસ્ટ મેચ જીતી, જાડેજાએ તો દિલ જીતી લે તેવું પ્રદર્શન કર્યું, સીરિઝમાં ભારત 2-0થી આગળ

Vaidehi

Last Updated: 02:16 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે ઑસ્ટ્રેલિયાને દિલ્હીમાં રમવામાં આવેલ ટેસ્ટ મેચમાં 6 વિકેટથી હરાવ્યું છે. જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ ચાર મેચોની સીરિઝમાં 2-0થી લીડ મેળવી છે.

  • ભારત vs ઓસ્ટ્રેલિયામાં ભારતે ફરી મેળવી જીત
  • દિલ્હીમાં થયેલ ટેસ્ટની દ્વિતીય મેચમાં વિજય
  • 6 વિકેટથી ઑસ્ટ્રેલિયાને આપી માત

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી ટેસ્ટ મેચમાં પણ ઑસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં રમવામાં આવેલી આ મેચમાં ભારતીય ટીમ 6 વિકેટથી જીતી ગયેલ છે. આ ટેસ્ટનાં બીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ પોતાની સ્થિતિ મજબૂત તો કરી હતી પરંતુ ત્રીજા દિવસે પહેલો સેશન તેના માટે ઘણો ખરાબ સાબિત થયો છે. હવે ચાર મેચોની આ ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમ 2-0થી લીડ કરી રહી છે. 

અઢી જ દિવસમાં ટીમ ઈન્ડિયાએ ખેલ કર્યો ખતમ 
ત્રીજા દિવસની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 61 રન અને એક વિકેટના નુકસાન પર રમવાનું શરૂ કર્યું પણ પછી ભારતના બોલર્સની જાળમાં એવા ફસાયા કે 113 રને તો આખે આખી ટીમ જ પવેલીયન ભેગી થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાના બીજા સેશનમાં એકલા રવીન્દ્ર જાડેજાએ જ 7 વિકેટ લીધી અને અશ્વિને 3 વિકેટ ખેરવી હતી, જ્યારે પહેલા સેશનમાં ઓસ્ટ્રેલીયાએ માંડ 52 રન બનાવ્યા હતા.

ભારતે કેવી કરી બેટિંગ? 
જાડેજા અને અશ્વિનની જોરદાર બોલિંગ કારણે ટીમ ઈન્ડિયાને માત્ર 115 રનનું જ લક્ષ્ય મળ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાની બેટિંગની શરૂઆત તો ખરાબ જ થઈ હતી, રાહુલ તો માત્ર એક જ રન બનાવી શક્યો. રોહિત શર્માએ સારી ઈનિંગ રમી પણ 31 રનમાં જ આઉટ થઈ ગયા. બાદમાં 21 પર વિરાટ કોહલી અને 12 રને શ્રેયસ અય્યર પણ ચાલતો થઈ ગયો. પૂજારાએ 31` રન જ્યારે KS ભરતે 23 રન મારીને ભારતને જીત અપાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ