બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / income tax department identifies certain mismatches on interest dividend income in itr filed by taxpayers
Last Updated: 11:40 PM, 26 February 2024
આવકવેરા વિભાગને આવા ઘણાં કરદાતાઓની વિગતો ધ્યાને આવી છે કે, જેમણે ઈનકમ ટેક્સ રિટર્નમાં આપેલી જાણકારીમાં થર્ડ પાર્ટી દ્વારા પાપ્ત વ્યાજ, ડિવેડેંડ આવકની મિસમેચ થઈ રહી છે. આવા કિસ્સાઓમાં ઘણા કરદાતાઓ છે જેમણે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું નથી. આવકવેરા વિભાગે આવા કરદાતાઓની ઓળખ કરી છે.આ મિસમેચને દૂર કરવા માટે આવકવેરા વિભાગ કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને તેને સુધારવાની મુદત આપી છે. કરદાતાઓને એસએમએસ અને ઈમેલ મોકલીને મિસમેચની જાણકારી આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT

આવકવેરા વિભાગનું નિવેદન
આવકવેરા વિભાગે જણાવ્યું કે,નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 માટે ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નમાં વ્યાજ અને ડિવિડન્ડની આવક અંગે કરદાતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં ખામીઓ જોવા મળી છે.થર્ડ પાર્ટી એટલે કે બેંકો અને બ્રોકરેજ હાઉસ પાસેથી વ્યાજ અને ડિવિડન્ડની આવક વિશે મળેલી માહિતી કરદાતાઓના ITRમાં ખામી સર્જાઈ.આવકવેરા વિભાગે કહ્યું કે ઘણા કરદાતાઓ છે જેમણે આવકવેરા રિટર્ન પણ ભર્યું નથી.
ADVERTISEMENT
વાંચવા જેવું: Paytmમાં વિજય શેખર શર્માના રાજીનામા સાથે કર્મચારીનો આપઘાત, નોકરી જવાનો ડર
ઈ-વેરિફિકેશન 2021 સ્કીમ
આવકવેરા વિભાગે કહ્યું કે, આ મિસમેચને સુધારવા માટે તેણે ઈ-વેરિફિકેશન 2021 સ્કીમ શરૂ કરી છે. ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ https://eportal.incometax.gov.in માં કમ્પ્લાયન્સ પોર્ટલમાં ઓનસ્ક્રીન સુવિધા આપવામાં આવી છે. જેમાં જઈને આ મિસમેચને સુધારો કરી શકાશે.આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે હાલમાં નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 માટેના ખામી સંબંધિત માહિતી અનુપાલન પોર્ટલ પર ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.