ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Fearing Job Loss, Paytm Employee Dies By Suicide In Madhya Pradesh

દુખદ / Paytmમાં વિજય શેખર શર્માના રાજીનામા સાથે કર્મચારીનો આપઘાત, નોકરી જવાનો ડર

Published By: Hiralal

Last Updated: 10:43 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટીએમ પેમેન્ટ બેન્કનું સંકટ ઘેરાયું છે. વિજય શેખર શર્માએ પેમેન્ટ બેન્કમાંથી રાજીનામું આપ્યું છે આ સાથે કર્મચારીઓને પણ નોકરીનો ભય સતાવી રહ્યો છે.

ADVERTISEMENT

આરબીઆઈના પ્રતિબંધની સાથે પેટીએમ બેન્કના વળતાં પાણી થયાં છે. પેમેન્ટ બેન્કમાંથી વિજય શેખર શર્માના રાજીનામાની સાથે જ સંકટ વધુ ઘેરુ બન્યું છે. પેટીએમના કર્મચારીઓને હવે નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે અને તેનું પહેલું પરિણામ સામે આવ્યું છે. એમપીના ઈન્દોરમાં પેમેન્ટ બેન્કમાં કામ કરી રહેલા ગૌરવ ગુપ્તાએ તેમના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ગૌરવને નોકરી જવાનો અને પેમેન્ટ બેન્ક બંધ થવાનો ડર સતાવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગૌરવને લાગતું હતું કે પેમેન્ટ બંધ થઈ જાય તો પોતાનું શું થશે. આ કારણથી તે ખૂબ ચિંતામાં રહેતા હતા અને ચિંતામાં ને ચિંતામા આજે તેમણે મોત પણ વ્હાલું કરી લીધું હતું. 

આરબીઆઈનો શું હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેન્ક પર 15 માર્ચ પછી કસ્ટમરો પાસેથી ડિપોઝીટ અને ક્રેડિટ ન સ્વીકારવાનો પ્રતિબંધ મૂકી દીધો છે. 

વિજય શેખર શર્માનું રાજીનામું 
Paytmની શરૂઆત કરનાર વિજય શેખર શર્માને હવે Paytmના બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કંપનીએ સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. Paytm પેમેન્ટ્સ બેંકે બોર્ડની પુનઃગઠન કરવાની જાહેરાત કરી છે. બોર્ડમાં કેટલાક નવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધરનું નામ પણ સામેલ છે. ઉપરાંત, નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Paytm Employee Suicide Paytm Employee Suicide news paytm crisis પેટીએમ ક્રાઈસીસ પેટીએમ સંકટ Paytm crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ