બ્રેકિંગ ન્યુઝ
ખરેખર, ગુજરાત હાઇકોર્ટે નાણા મંત્રાલયને એક આદેશમાં કહ્યું હતું કે આ ડેડલાઇનને વધારવા અંગે સ્પષ્ટ જાણકારી આપે. ત્યારબાદ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ આ અંગેની જાણકારી આપી છે. CBDTએ ક હ્યું, ડ્યૂ ડેટ્સ વધારવાના બધા રિપોર્ટ નામંજૂર કરી દેવામાં આવે છે.
ADVERTISEMENT

કોરોનાના કારણે ત્રણ વખત વધી ચૂકી છે ડેડલાઇન
CBDTએ કહ્યું કે ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની ડેડલાઇન પહેલા 15 જાન્યુઆરી સુધી વધારવામાં આવી છે. જેને ત્રણ વખત વધારવામાં આવી છે. ઓડિટના મામલામાં ITR ભરવાની તારીખ 15 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી છે. નોન-ઓડિટ મામલામાં ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન 10 જાન્યુઆરી કરી હતી, જે હવે જતી રહી છે.
ADVERTISEMENT

CBDT દ્વારા જણાવામાં આવ્યું કે એનાથી સ્પષ્ટ થઇ જાય છે કે સરકારે ન માત્ર બધા હિતધારકોના ખ્યાલ રાખ્યો, પરંતુ ડેડલાઇન આગળ વધારવાનું કામ તત્પરતાથી કર્યું છે. આ પણ ધ્યાન રાખવાનું પડશે કે ઓડિટ રિપોર્ટ અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરુરી હોય છે અને તેને અનિશ્ચિતકાળ સુધી ટાળી શકતા નથી. ઇન્કમ ટેક્સ વિભાગમાં કેટલાક કામ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયા બાદ શરુ થતા હોય છે.
ADVERTISEMENT
આપવી પડશે લેટ ફી
જો તમે સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇન કરતા નથી તો વિભાગ તરફથી દંડ લગાવામાં આવે છે. જો ટેક્સ પેયર્સ રિટર્ન 10 જાન્યુઆરી પછી ફાઇ કરે છે તો કરદાતાઓએ 10, રુપિયા લેટ ફી ચુકવવી પડશે. તે સિવાય એવા ટેક્સપેયર્સ, જેમની આવક 5 લાખથી વધારે નથી તેઓને લેટ ફી તરીકે 1000 રૂપિયા આપવા પડે છે.
આ પહેલા ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલટન્ટ દ્વારા હાઇકોર્ટમાં ઇન્કમ ટેક્સ રિટર્નને લઇને એક અરજી દાખલ કરી હતી. જેમાં માગ કરવામાં આવી હતી કે ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવા અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન વધારવામા આવે. ઉલ્લેખનીય છે કે એક નાણાંકીય વર્ષમાં જો કોઇ બિઝનેસનું કુલ ટર્ન ઓવર 1 કરોડ રુપિયા કરતા વધારે હોય તો તેને ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમીટ કરવો પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.