Gujarat Weather Update News: હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની કરી આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ
રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર
હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની કરી આગાહી
28 અને 29 મે એ કમોસમી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતનાં ખેડુતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 28 અને 29 મે એ કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
File Photo
રાજ્યના ખેડુતોને માઠી બેઠી હોય તેમ એક બાદ એક માવઠું આવી રહ્યું છે. આ તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 28 અને 29 મેએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
જાણો કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 28 અને 29 મેએ કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. આ સાથે રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. પોરબંદર, પાટણ, મહેસાણામાં વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2023
કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ મોકાણ સર્જી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ તેવી પણ શકયતા સેવવામાં આવી રહી છે. વરસાદને લઈને આકરા તાપમાંથી રાહત મળી શકે તેમ છે. પરંતુ નવી ઉપાડી જન્મે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શકયતા
વરસાદ મામલે હવામાન વિભાગ દ્વારા રાજકોટ, અમરેલી અને ભાવનગર તેમજ પોરબંદર પાટણ, મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા અને વડોદરા,આણંદ સહિતના જિલ્લામાં વરસાદ વરસે તેવી શકયતા જોવા મળી રહી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની પણ હવામાન ખાતાએ શકયતા બતાવી છે. બીજી બાજુ સાવચેતીના ભગરૂપે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
File Photo
બનાસકાંઠા માર્કેટ યાર્ડમાં સાવચેતી રાખવા અપીલ
બનાસકાંઠામાં 28થી 30 મે સુધી કમોસમી વરસાદની આગાહી હોવાથી આગમચેતીને લઈને બનાસકાંઠા માર્કેટ યાર્ડમાં સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. સબંધિત તંત્ર દ્વારા ખેતર અને યાર્ડમાં અનાજને સુરક્ષિત સ્થળે રાખવાની અપીલ કરવામાં આવી છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખેડૂતોને અનાજ સુરક્ષિત સ્થળે રાખવા ઉપરાંત ખેતરમાં પણ આગાહીને લઇને લણણી કરવા સહિતની માહિતી આપવામાં આવી હતી.