બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / In view of PM Modi visit Ahmedabad Police issued a notification

જાહેરનામું / PM મોદીના પ્રવાસને જોતાં અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, રુટ પણ કરાયા ડાયવર્ટ, મેળવી લો માહિતી

Vishal Khamar

Last Updated: 08:32 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે અમુલના 5 નવા પ્રોજેક્ટ શુભારંભ કરાવશે.

ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે આવતી કાલે ૫૦ વર્ષ પૂર્ણ થતા એક વિશાળ સહકાર સંમેલનનું આયોજન અમુલ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત યોજાયું છે. આ સંમેલન અમદાવાદ મોટેરા ખાતે આવેલા સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવામાં છે. જેમાં પ્રધાનમંત્રી મોદી આવતીકાલે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી યોજશે. તેને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેમજ આવતીકાલે પ્રધાનમંત્રી મોદી અમૂલના 5 નવા પ્રોજેક્ટ શુભારંભ કરવાશે.

જયેન મહેતા  (MD અમુલ) 

અમુલ ફેડરેશનના ૫૦ વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી આયોજન 
અમુલની ઉપલબ્ધી અંગે વાત કરતા MD જયેન મહેતાએ જણાવ્યું હતું કે,૧૯૪૬માં ૨૫૦ લીટર દુધ સાથે અમુલની સ્થાપના સરદાર પટેલે કરી હતી. અમુલ ફેડરેશનની 1973 ની સ્થાપના 50 વર્ષની આવતી કાલે ઉજવણી થઇ રહી છે. અમુલના સંઘો થકી રોજ ૩૦૦ લાખ દુધ આવે છે. સ્થાપના સમયે ફેડરેશનનુ ટર્ન ઓવર ૨૦ કરોડનું હતું. ફેડરેશનનુ ટર્ન ઓવર આ વર્ષે ૬૧ હજાર કરોડને આંબી જશે તેવી સંભાવના છે. અમુલ બ્રાન્ટનુ ટર્ન ઓવર ૬૧ હજાર કરોડને આંબી જશે. આમ અમુલ ફેડરેશનના ૫૦ વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી આયોજન થઇ રહ્યું છે. જેમાં દરેક ગામમાંથી સવાલાખ ખેડૂત હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વડાપ્રધાન દ્વારા અમુલનાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તેમજ ખાતમુર્હત કરશે
આ બાબતે ગુજરાત મિલ્ક ફેડરેશનનાં મેનેજીંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમારા ફેડરેશન સાથે સંકળાયેલા 18 સંઘ છે. દરેક ડેરીમાં ઘણું નવું નવું કામ થઈ રહ્યું છે. જેથી વધારે માત્રામાં દૂધનું પ્રોડક્શન  થઈ શકે તેમજ નવા પ્રોડક્ટ બની શકે. સાબર ડેરી ખાતે 600 કરોડનાં ખર્ચે ચીઝ પ્લાન્ટનું ખાતમુર્હત વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું ઉદ્ઘાટન કાલે થઈ રહ્યું છે. સાથે સાથે અમૂલ ડેરી આણંદ ખાતે ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે. તેમજ અમુલ ડેરીમાં આપણે લોંગ ટ્રેટા પેક પણ આપણે શરૂ કરી રહ્યા છીએ. સાથે સાથે સરહદ ડેરી કચ્છ ખાતે આઈસ્ક્રીમના નવા પ્લાન્ટનું વડાપ્રધાનનાં હસ્તે થશે. ભરૂચ ડેરીએ મુંબઈ ખાતે એક નવો પ્લાન્ટ શરૂ કરવાનાં છે. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાનનાં શુભ હસ્તે કરવાના છીએ. 

વધુ વાંચોઃ ગુજરાત સરકારના આ વિભાગમાં 2024માં જ 11 હજાર ભરતી પૂર્ણ કરાશે: હર્ષ સંઘવીએ કર્યું એલાન

અમદાવાદ શહેરને નો ડ્રોન ફલાયિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ની ચૂંટણી પહેલા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે 22 ફેબ્રુઆરી ના રોજ પીએમ મોદી અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમુલ ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન માં હાજર રહેશે ત્યારે પીએમ મોદી સહિત સ્ટેડિયમ માં 1.25 લાખ લોકો હાજર રહશે ત્યારે ભૂતકાળમાં આંતકી હુમલા ની ધમકીઓ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં પ્રાપ્ત થઈ છે ત્યારે 22 ફેબુઆરી ના કાર્યક્રમ ને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસ દ્વારા સ્ટેડિયમ બહાર લોખંડી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરને નો ડ્રોન ફલાયિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે જે જાહેરનામું સવાર ના 7 વાગ્યા થી રાત ના 10 વાગ્યા સુધી અમલી રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

વડાપ્રધાનનાં આગમનને પગલે શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું
22 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનનાં આગમનને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. પીએમ મોદીનાં કાર્યક્રમને લઈ અમદાવાદ શહેર પોલીસે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટી થી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી રસ્તો બંધ રહેશે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ