બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A major recruitment process will be undertaken by the state transport department by 2024

BIG BREAKING / ગુજરાત સરકારના આ વિભાગમાં 2024માં જ 11 હજાર ભરતી પૂર્ણ કરાશે: હર્ષ સંઘવીએ કર્યું એલાન

Vishal Khamar

Last Updated: 06:48 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગમાં આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ભરતી પ્રક્રિયા વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમ વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11 હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે. વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, આઈટીઆઈને અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સુવર્ણતક છે. 

ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતનાં કર્મચારીઓની ભરતી કરાશેઃ હર્ષ સંઘવી
રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2024 નાં અંત સુધીમાં ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટક, મિકેનિક સહિતનાં કર્મચારીઓ સહિત 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરાશે. તેમજ ચાલુ વર્ષેનાં અંત સુધીમાં  સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. 

વધુ વાંચોઃ 'ડુંગળીની નિકાસ પર ભાજપે ખોટો પ્રચાર કર્યો', ગુજરાત કિસાન કોંગ્રેસે ખુલ્લુ પાડ્યું વાહવાહીનું ષડયંત્ર

એસ.ટી.નિગમ નુકશાનીમાંથી નફામાં આવ્યુંઃ હર્ષ સંઘવી
તેમજ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે.  ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા જે વધીને 27 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Harsh Sanghavi Minister of Transport ST Corporation gandhinagar એસ.ટી.નિગમ કર્મચારીઓની ભરતી ગાંધીનગર વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ