બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:56 PM, 9 November 2024
ભારતમાં બાળકોના નામકરણ એક જૂની પરંપરા છે અને આની પસંદગી ખૂબ સમજી વિચારીને અને ગ્રહ-નક્ષત્ર અનુસાર કરવામાં આવે છે. એવામાં નામની પહેલા અક્ષરને લઇને આખું નામ પસંદગી એક મુશ્કેલ કામ હોય છે. એવામાં જો તેમાં જો તમને કહીએ કે એક ગામ એવું પણ છે, જે તમે સરનેમ કે ઉપનામના જાનવરોને નામનો ઉપયોગ કરે છે. હા, યુપીના બાગપતના એક ગામની કહાની છે, જ્યાં લોકો વિચિત્ર નામ રાખે છે. તો ચાલો જાણીએ.
ADVERTISEMENT
કેવી રીતે થાય છે લોકોની ઓળખ?
જણાવી દઈએ કે બામરોલી ગામના લોકોની ઓળખ તેની હવેલીઓથી થાય છે. ઘણીવાર ગામમાં આવતા લોકો કોઈ ઘરનો રસ્તો પૂછે છે અને તેની માટે પરિવારની હવેલી નામ લે છે. આની હવેલીનો ગામ પણ કહે છે. આ સિવાય ગામમાં 11 ઐતિહાસિક મંદિર પણ છે, જે ગામની પરંપરાને દર્શાવે છે.
ADVERTISEMENT
આની સાથે જે એક વિચિત્ર પરંપરા હેઠળ ઘણા સમયથી અહીંના લોકો જાનવરો એન પક્ષીઓના નામએ પોતાની સરનેમ એટલે ઉપનામના રૂપે ઉપયોગ કરે છે.
જાનવરોના નામ પરથી ઉપનામ
મીડીયા રિપોર્ટમાં જણાવ્યું છે કે અહીંના લોકોના ઉપનામ જાનવરોના નામ પરથી રાખેલા છે અને આ પરંપરા કેટલીક પેઢીઓથી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આના એક વ્યક્તિ વિરેશનું પૂરું નામ વિરેશ ભેડીયા છે. વિરેશે કહ્યું કે સામાન્ય રીતે પોપટ, પક્ષી, ખિસકોલી, બકરી અને વાંદરો જેવા શબ્દોનો ઉપયોગ ઉપનામમાં થાય છે, જેમ કે સોમપાલને સિયારના નામથી ઓળખવામાં આવે છે.
વધુ વાંચોઃ મને માલિશ માટે બોલવતો, પછી બંદૂકની અણીએ ખરાબ કૃત્ય કરતો', નોકર સાથે SDMની દરિંદગી
એટલું જ નહીં અહીં પોસ્ટ ચિઠ્ઠી પર પણ આ ઉપનામોનો ઉપયોગ કરવામાં આવે છે. ગામના ટપાલ કર્મચારીએ જણાવ્યું કે આ અટકની મદદથી ટપાલ વિભાગ ગામના લોકોની ઓળખ કરે છે. આ ગામમાં 14 હજાર લોકો રહે છે, જે 250 વર્ષ જૂની પરંપરાને અત્યારે પણ ફોલો કરે છે. ગામમાં 50થી વધારે ભવ્ય હવેલીઓ છે, જે ગામની પરંપરાની વાર્તા કરે છે. ગ્રામજનોએ જણાવ્યું કે તેમના પૂર્વજો ઈંટો બનાવવા માટે ભઠ્ઠા લગાવતા હતા, જેથી ભવ્ય હવેલીઓ બનાવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.