બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the palanpur crematorium Bhavanibhai spread the aroma of service planted more than 500 fruit trees

પાલનપુર / જીવનના અંતિમ ધામમાં ભવાનીભાઈએ ફેલાવી સેવાની સુવાસ, 500થી વધુ ફળાઉ વૃક્ષો વાવ્યા,કાર્ય પ્રેરણા રૂપ

Kishor

Last Updated: 11:41 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપુરમાં રહેતા એક નિવૃત કર્મચારીએ સમશાન ગૃહને પોતાનું ઘર માની લીધું હોય તેમ સ્મશાન ગૃહમાં પક્ષીઓ માટે  500 જેટલા ફળાઉ વૃક્ષો  વાવીને એક વન ઉભુ કર્યું છે. સવારે 6:00 વાગ્યાથી રાત સુધી સ્મશાનમાં રહીને વૃક્ષોનું જતન કરી રહ્યા છે કોઈપણ જાતનો ફાળો ઉઘરાવ્યા વગર વૃક્ષોનો ઉછેર કરી અને પક્ષીઓ માટે વન તૈયાર કરી સેવા સુવાસ ફેલાવી છે.

  • પાલનપુરમાં રહેતા એક નિવૃત કર્મચારીનો વૃક્ષપ્રેમ
  • સ્મશાનમાં 500 જેટલા ફળાઉ વૃક્ષો  વાવીને એક વન ઉભુ કર્યું
  • પાલનપુર સહિત જિલ્લામાં સેવા સુવાસ ફેલાવી

આમ તો સ્મશાનમાં જતા પહેલા લોકો સો વાર વિચાર કરતા હોય છે. સ્મશાનનું નામ સાંભળતા જ લોકોના મનમાં અલગ અલગ વિચારો આવી જતા હોય છે પરંતુ એક એવું વ્યક્તિત્વ જેમને સ્મશાનને પોતાનું ઘર બનાવી દીધું છે જેનું નામ છે. ભવાની ભાઈ ખાણેશા. પાલનપુર શહેરમાં ભવાની ભાઈ ક્યાં હશે તેમ પૂછો ત્યારે એક જ જવાબ મળે કે તે સ્મશાનમાં છે. ભાવનીભાઈએ સ્મશાનમાં  પક્ષીઓ માટે ફળાઉ વૃક્ષો વાવીને સમગ્ર પાલનપુર સહિત જિલ્લામાં સેવા સુવાસ ફેલાવી છે.

In the palanpur crematorium Bhavanibhai spread the aroma of service planted more than 500 fruit trees

અગાઉ અંતિમધામ બંજર જોવા મળતું હતું
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ વય નિવૃત્ત થનાર ભવાનીભાઈ ખાણેસાએ નિવૃત્તિ પછીનો સમય વૃક્ષો વાવવામાં અને તેનો ઉછેર કરવામાં વિતાવી રહ્યા છે. હાથમાં પાવડો પાણી અને પાણી ની ડોલ સાથે દિવસમાં એકવાર એક એક કરીને 500 વૃક્ષ પાસે જઈને તેનું જતન કરવા માટેની મહેનત કરી રહ્યા છે. પાલનપુરમાં હિન્દુ સમાજ દ્વારા બનાવવામાં આવેલું અંતિમધામ બંજર જોવા મળતું હતું.

In the palanpur crematorium Bhavanibhai spread the aroma of service planted more than 500 fruit trees

ફળાઉ વૃક્ષોનું એક  વન તૈયાર કર્યું

ત્યારે ભવાનીભાઈ ખાણેશા દ્વારા તેમના ચાલતા વન વગડો ગ્રુપના સહયોગ થકી આ અંતિમધામમાં વૃક્ષો વાવવાનું અને તેનું જતન કરવાનું બીડું ઝડપી જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ અલગ અલગ ફાળવ વૃક્ષો વાવતા ગયા અને આજે ફળાઉ વૃક્ષોનું એક  વન તૈયાર કર્યું છે .છેલ્લા પાંચ વર્ષથી સતત સવારે 06:00 વાગ્યાથી રાત સુધી સ્મશાનમાં રહીને વૃક્ષો વાવવાથી લઈ તેને પાણી આપવાનું દવા આપવાનું તે સહિતના કામો દિવસભર સ્મશાનમાં રહીને કરી રહ્યા છે. 

5 વર્ષ થી મહેનત ફળી

આ વનમાં જામફળ, સીતાફળ, સેતુર, આંબા જાંબુ, આંબળા સહિત અનેક પ્રકારના ફળ આપતા વૃક્ષો વાવવામાં આવ્યા છે. પક્ષીઓ ફળ ખાઈ શકે અને આ જગ્યા એ આરામથી રહી શકે તે માટે ભવાનીભાઈએ  5 વર્ષ થી મહેનત કરી રહ્યા છે. 500 થી વધુ વૃક્ષો તૈયાર થઈ ગયા છે અને હજુ પણ આવનારા સમયમાં એક 1008 વૃક્ષો આ સ્મશાનમાં તૈયાર કરવાના છે. તેઓએ દરેક લોકોને પોતાના ઘરે ફળાવ વૃક્ષો વાવવા જોઈએ. તેવો સંદેશ પાઠવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ