બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / In Rajkot, it happened to the lawyer that 'I will weigh the justice! Explosions in public, see what the police do

થાય ભડાકા / રાજકોટમાં વકીલને થયું કે 'હું જ તોળી નાખું ન્યાય ! જાહેરમાં કર્યા ભડાકા, પોલીસે જુઓ શું કરી કાર્યવાહી

Mehul

Last Updated: 07:45 PM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના  રૈયાધારમા એક વકીલે સરા જાહેર ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક વકીલ ઓમપ્રકાશ માકડિયાએ ફાયરિંગ કરતા 1ને ઈજા થવા પામી હતી.

  • રાજકોટમાં વકીલે કર્યું સરા જાહેર ફાયરિંગ 
  • પોતાની જગ્યામાં ઘૂસી આવતા શખ્સ સામે નારાજ 
  • પોલીસે વકીલની કરી લીધી અટકાયત, પૂછ પરછ 

 રાજકોટમાં વધુ એક ફાયરિંગની ઘટના બનતા ચકચાર જાગી છે. તાજેતરમાં જ ભાજપના એક આગેવાનના ભત્રીજાએ રોફ ઝાડવા  હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારે ફરી એક વાર  રૈયાધારમા એક વકીલે સરા જાહેર ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક વકીલ ઓમપ્રકાશ માકડિયાએ ફાયરિંગ કરતા 1ને ઈજા થવા પામી હતી. ફાયરિંગથી ઈજાગ્રસ્ત થયેલ  ડાહ્યા ભરવાડ  ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો  હતો. કહેવાય છે કે, વકીલની જગ્યામાં મંજૂરી વગર પ્રવેશવા મુદ્દે બબાબ થઈ હતી. પ્રતિબંધિત જગ્યામાં વારંવાર પાણી ભરવા  ઘુસતા શખ્સની ચોકીદાર સાથે તકરાર થઇ હતી. પરિણામે, ચોકીદાર વકીલને આ ઘટનાથી વાકેફ કર્યા બાદ,વકિલે લાયસન્સવાળા હથિયારથી ફાયરિંગ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરનાર વકીલની કરી અટકાયત કરી આગળની પૂછ પરછ શરુ કરી છે. 

ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં ફાયરિંગ 

રાજકોટ શહેરમાં લુખ્ખાઓ  બેફામ બન્યા હોય તેમ  આતંક ફેલાવાની ઘટનાઓ સામે આવે છે. રાજકોટમાં 21-ફેબ્રુઆરીના અરસામાં  48 કલાકમાં  પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં તેમજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં લુખ્ખા તત્વોના આતંકની બે જેટલી ઘટના સામે આવી હતી . 
 તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં તલવાર તેમજ બેઝ-બોલના ધોકા સાથે દેખાનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે બીજી તરફ રાજકોટમાં ખુદ ભાજપ આગેવાન ના ભત્રીજા દ્વારા ખુલ્લેઆમ ફાયરિંગ  કરવામાં આવી રહ્યું હોવાનો વીડિયો વાયરલ  થયો હતો 

પોલીસે તપાસ શરૂ કરી

વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસે ભાજપ આગેવાનના ભત્રીજાની શોધખોળ શરૂ કરી હતી. સતત આવી ઘટનાઓ સામે આવી રહી હોવાથી હાલ એવો ઘાટ ઘડાયો છે કે જાણે રાજકોટ શહેર પોલીસની ધાક ધીમે ધીમે ઓસરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ