બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / In England Arshdeep Singh blew the stumps on debut in the county, VIDEO viral

ક્રિકેટ / ઈંગ્લેન્ડમાં પણ 'અસરદાર સરદાર', કાઉન્ટીમાં ડેબ્યૂ કરતાં અર્શદીપ સિંહે ઉડાવી સ્ટમ્પ, VIDEO વાયરલ

Megha

Last Updated: 11:08 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્શદીપ સિંહ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે જ્યાં તેને પોતાની ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

  • અર્શદીપ સિંહ આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે
  • કાઉન્ટી ક્રિકેટમાં સરે અને કેન્ટ વચ્ચે મેચ રમાઈ રહી છે
  • મેચમાં અર્શદીપ સિંહે બેટ્સમેનોને ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. અર્શદીપ સિંહ કાઉન્ટી ક્રિકેટમાં કેન્ટ તરફથી રમી રહ્યો છે. જ્યાં તેણે પોતાની ધારદાર બોલિંગથી બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. કાઉન્ટી ક્રિકેટમાં સરે અને કેન્ટ વચ્ચે મેચ રમાઈ રહી છે અને આ મેચમાં અર્શદીપ સિંહે બેટ્સમેનોને ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

 અત્યાર સુધીની તેની પહેલી જ મેચમાં શાનદાર બોલિંગ કરીને બધાને પ્રભાવિત કર્યા છે. અર્શદીપનું પ્રદર્શન જોયા બાદ એવી આશા પણ રાખી શકાય છે કે તે ટૂંક સમયમાં ભારતીય ટેસ્ટ ટીમ સાથે પણ રમતા જોવા મળી શકે છે. અર્શદીપે સરે સામેની મેચમાં તેના એક શાનદાર બોલ પર સદીના બેટ્સમેનનું ઓફ-સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું.

કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન વન મેચ કેન્ટ અને સરે વચ્ચે રમાઈ રહી છે. જેમાં રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરતી વખતે અર્શદીપે સરે માટે સદી ફટકારનાર જેમી સ્મિથને આઉટ કરતાંની સાથે સ્ટમ્પ ઉડાવી હતી. તે સમયે સ્મિથ 77 બોલમાં 114 રન બનાવીને રમી રહ્યો હતો.

આ વિકેટ સાથે મેચમાં કેન્ટ ટીમની પકડ ઘણી મજબૂત બની ગઈ હતી. કેન્ટે સરેને મેચ જીતવા માટે 501 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. ત્રીજા દિવસની રમતના અંતે સરેની ટીમે 3 વિકેટના નુકસાને 263 રન બનાવી લીધા હતા અને તેને જીતવા માટે હજુ 238 રનની જરૂર હતી.

અર્શદીપે કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023માં કેન્ટ માટે ડેબ્યૂ કર્યું હતું અને સરેના બેટ્સમેન બેન ફોક્સને આઉટ કરીને તેની પ્રથમ કાઉન્ટી ચેમ્પિયનશિપ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અર્શદીપના આ બોલના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. ઈંગ્લેન્ડનો વિકેટ કીપર બેટ્સમેન બેન ફોક્સ તેના એક શાનદાર ઈનસ્વિંગ બોલ પર ચમકતા તેના દ્વારા LBW આઉટ થયો હતો. અર્શદીપ હવે ભારતીય લિમિટેડ ઓવરોની ટીમ સાથે ટેસ્ટ ફોર્મેટમાં રમવા પર નજર રાખી રહ્યો છે. આ સમયે તે ટીમ માટે ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ