બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળી ટાણે જ હોસ્પિટલ દર્દીઓથી છલોછલ, 13 હજારથી વધુ પેશન્ટે લીધી સિવિલમાં સારવાર

ચેતવા જેવું / દિવાળી ટાણે જ હોસ્પિટલ દર્દીઓથી છલોછલ, 13 હજારથી વધુ પેશન્ટે લીધી સિવિલમાં સારવાર

Published By: Vishal Dave

Last Updated: 02:26 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાનમાં થતા ફેરફાર અને વરસાદ બાદ ઉભેલા માચરજન્ય રોગોના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 217 દર્દીઓના ટેસ્ટ કરાયા, જેમાંથી 17 કેસ પોઝિટિવ નોંધાયા છે.

દિવાળીની ઉજવણી વચ્ચે અમદાવાદ શહેરમાં રોગચાળો ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં લગભગ 30 ટકાનો વધારો નોંધાયો છે, જેના કારણે તબીબી તંત્ર ચિંતિત બન્યું છે.

શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સપ્તાહ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓએ સારવાર લીધી છે. આ સમયગાળા દરમિયાન ઓપીડીમાં કુલ 13,145 દર્દીઓ પહોંચ્યા હતા, જ્યારે 913 દર્દીઓને વિવિધ બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

હવામાનમાં થતા ફેરફાર અને વરસાદ બાદ ઉભેલા માચરજન્ય રોગોના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 217 દર્દીઓના ટેસ્ટ કરાયા, જેમાંથી 17 કેસ પોઝિટિવ નોંધાયા છે. તે જ રીતે મેલેરિયાના 512 કેસમાંથી 13 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે.

હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે તહેવારના દિવસોમાં લોકોની અવરજવર, બહારનું ખાવાપીવાનું અને પાણી ભરાવાની સ્થિતિને કારણે ચેપજન્ય રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે. નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સ્વચ્છતા જાળવે, મચ્છરદાનીનો ઉપયોગ કરે અને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત નજીકની હોસ્પિટલનો સંપર્ક કરે.

આ પણ વાંચોઃ આવાં લોકોના લીધે જ નિર્દોષ બને છે અકસ્માતનો ભોગ, જુઓ ફિલ્મી સ્ટાઇલમાં સ્ટંટ મારતા બેલગામ કલરિયાઓ

હાલમાં તબીબી વિભાગ દ્વારા શહેરમાં ફોગિંગ, દવા છંટકાવ અને જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી રોગચાળો વધુ ન ફેલાય અને નાગરિકોને સમયસર સારવાર મળી રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Department, Sola Civil Hospital

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ