બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવાં લોકોના લીધે જ નિર્દોષ બને છે અકસ્માતનો ભોગ, જુઓ ફિલ્મી સ્ટાઇલમાં સ્ટંટ મારતા બેલગામ કલરિયાઓ
Last Updated: 11:29 AM, 28 October 2025
Dhoraji Bike Stunt : ધોરાજી શહેરમાં કેટલાક યુવકો દ્વારા જોખમી સ્ટંટ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ ધોરાજી-જેતપુર રોડ પર ચાલતી બાઈક પર યુવકો વિવિધ પ્રકારના ખતરનાક સ્ટંટ કરતા જોવા મળ્યા છે. એક વીડિયોમાં તો યુવક ચાલતી બાઈક પર સૂઈ જાય છે અને હાથ છોડીને સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે, જ્યારે અન્ય યુવકો તેનો વીડિયો બનાવી રહ્યા છે. નોંધનીય છે કે, VTV Digital આ વીડિયોની કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
ધોરાજીના જેતપુર ખાતે જોખમી સ્ટંટ કરતા નબીરાઓનો Video વાયરલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 28, 2025
(સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો અંગે VTV ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.)#JetpurViral #DhorajiNews #DangerousStunt #ViralVideo #RoadSafety #RiskyRide#YouthsViral #VTVDigital pic.twitter.com/ouJFpzRNmd
આ વીડિયોમાં યુવકોની બેદરકારી સ્પષ્ટ રીતે જોવા મળે છે. આવી હરકતો માત્ર તેમની જ નહીં, પરંતુ માર્ગ પરના અન્ય વાહનચાલકોના જીવ માટે પણ જોખમરૂપ બની શકે છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે આવી ખતરનાક હરકતો કરવી એ નીતિગત અને કાનૂની રીતે પણ ગુનાહિત ગણાય છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : પ્રથમ વેચાણમાં જ અઢી લાખનો ફાયદો, ખેતીમાં ભાવનગરના 4 યુવાન મિત્રોની મહેનત રંગ લાવી
ADVERTISEMENT
સ્થાનિક નાગરિકોએ આ પ્રકારની હરકતોની નિંદા કરી છે અને યુવાઓને સમજદારી રાખવા અપીલ કરી છે. રસ્તો દેખાડવા માટે બનાવેલા નિયમોનું પાલન દરેક માટે આવશ્યક છે, કારણ કે એક ક્ષણની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. વાયરલ થયેલા વીડિયોની VTV Digital કોઈપણ પ્રકારે રીતે પુષ્ટિકરતું નથી. જોકે વીડિયો જોતા એ સ્પષ્ટ થાય છે કે, યુવાઓએ માત્ર મનોરંજન માટે જ નહિ, પરંતુ પોતાના જીવને જોખમમાં મૂકી આ વીડિયો તૈયાર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.