બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important order to all primary school teachers of Gandhinagar

કોરોના ઇફેક્ટ / ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને મહત્વનો આદેશ, શ્રમદાનને લઇને લેવાયો મહત્વનો નિર્ણય

Priyakant

Last Updated: 12:34 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના ઈન્ચાર્જ DPEO દ્વારા તમામ પ્રાથમિક શાળાઓ કોરોનામાં બાળકોના અભ્યાસ પર થયેલી અસરના પગલે એક મોટો આદેશ કરાયો

  • ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓ માટે મહત્વનો આદેશ
  • પ્રા.શાળાના શિક્ષકોને બાળકોને અભ્યાસ માટે રોજ 1 કલાક શ્રમદાન આપવાનો આદેશ 
  • ધો.3 થી 8ના શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો આદેશ 
  • કોરોનામાં બાળકોના અભ્યાસ પર થયેલી અસરના પગલે આદેશ 
  • સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા શ્રમદાનની તપાસ કરાશે  

ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓ માટે એક મહત્વનો આદેશ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, ગાંધીનગર DPEOએ પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કર્યો છે. જેમાં શિક્ષકોએ બાળકોને અભ્યાસ કરાવવા 1 કલાક વધુ ફાળવવા કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ધો. 3 થી 8 ના શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ આદેશ કરાયો છે. 

ગાંધીનગરના ઈન્ચાર્જ DPEO ડૉ.બી.એન પ્રજાપતિએ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કોરોનામાં બાળકોના અભ્યાસ પર થયેલી અસરના પગલે એક મોટો આદેશ કર્યો છે. વિગતો મુજબ ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કર્યો છે. જેનો મુખ્ય હેતુ વધુ સમય ફાળવીને બાકી રહેલ અભ્યાસ સારી રીતે પૂર્ણ કરવાનો છે. 

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના દરરોજ 1 કલાક વધારે ફાળવો: DPEO
મહત્વનું છે કે, કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી અને ઓનલાઈનશિક્ષણ બાદ હવે બાળકોના અભ્યાસ પર થયેલી અસરને લઈ આ મોટો નિર્ણય લેવાયો છે. ઈન્ચાર્જ DPEO ડૉ.બી.એન પ્રજાપતિએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના સુધી ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ 1 કલાક વધારે ફાળવવા આદેશ કર્યો છે. 

તો શું શ્રમદાનની તપાસ કરાશે? 
ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવાના આદેશ થયો છે. આ સાથે હવે સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા શ્રમદાનની તપાસ કરાશે. મહત્વનું છે કે, ગાંધીનગરની 571 સરકારી શાળાઓ અને 39 ગ્રાન્ટઈન શાળાઓમાં શ્રમદાન કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ