બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Important news for parents regarding RTE admission process
Malay
Last Updated: 08:59 AM, 23 March 2023
ADVERTISEMENT
RTE(રાઇટ ટુ એજ્યુકેશન) એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તમારા બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકો છો. રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
અરજીની તારીખ જાહેર
ધોરણ 1થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે અરજીની તારીખ જાહેર કરવામાં આવી છે. વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ દરમિયાન અરજી કરી શકશે. મહત્વનું છે કે, 31 મે 2023ના રોજ ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષ થયા હોવા જરૂરી છે. RTE હેઠળ પ્રવેશ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે.
ADVERTISEMENT
કઈ રીતે ભરવું ફોર્મ?
RTE માટેનું ફૉર્મ કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન ભરી શકે છે
આધિકારીક વેબસાઇટ કઈ છે?
rte.orpgujarat.com
શું છે આ RTE?
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.