બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અમદાવાદ / Important decision of AMC regarding possible impact of cyclone, public places closed for entry of citizens, see which ones

બિપોરજોય / વાવાઝોડાની સંભવિત અસરને લઈને AMCનો મહત્વનો નિર્ણય, જાહેર સ્થળો નાગરિકોના પ્રવેશ માટે બંધ, જુઓ કયા કયા

Vishal Khamar

Last Updated: 11:58 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને પગલે AMC દ્વારા તકેદારીનાં ભાગરૂપે હરવા ફરવાનાં જાહેર સ્થળો પર નાગરિકોનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ 16 જૂન સુધી અટલ બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.

  • બિપરજોય વાવાઝોડાને અંગે AMC એલર્ટ
  • અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ બંધ
  • વાવાઝોડાને લઇ 2 દિવસ બંધ રહશે

બિપોરજોય વાવાઝોડાને અંગે AMC દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યાં છે. સંભવિત વાવાઝોડાને પગલે 15 અને 16 જૂન બે દિવસ અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમીનાડ લોકોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે પવન અને વરસાદની આગાહીને પગલે શહેરમાં જ્યાં પણ ભયજનક મકાનો, હોર્ડિંગસ તેમજ ઘટાદાર વૃક્ષો હોય તેને ઉતારી લેવાની સૂચના આપી દેવાઈ છે. 1000 થી વધુ ઝાડ ટ્રીમગ કરવામાં આવ્યા. 44 ભયજનક મકાન ઉતારવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ પાણી ભરાવાની સમસ્યા સર્જાય ત્યારે તેના નિકાલ માટે હેવી પંપ પણ મૂકવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા કરાયેલી કામગીરી 
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ પાણી ભરાવાની સમસ્યા સર્જાય ત્યારે તેના નિકાલ માટે હેવી પંપ મૂકવામાં આવ્યા છે. તેમજ ભય જનક એવા 154 ફ્લેક્સ બેનર..૨૮ હોડિગ્સ.દૂર કરવામાં આવ્યા છે.  ખાનગી સોસાયટી એપાર્ટમેન્ટના રહીશોને જરૂર પડે ઝાડનું ટ્રેનીંગ કરાવવા સૂચના આપવામાં આવી છે. ઈમરજન્સી વખતે નાગરિકોને બલ્ક મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. ઈમરજન્સી વખતે પાણી નો સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડે લોકોને કૉર્પોરેશન ની સ્કૂલમાં આશ્રય આપવામા આવશે.

ભયજનક મકાનો ઉતારવા માટેની પણ નોટીસો આપી દેવામાં આવી છેઃ  ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી આર ખરસાણે જણાવ્યું હતું કે,  બિપોરજોય વાવાઝોડાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીનાં ભાગરૂપે પગલા ભરવામાં આવ્યા છે. જેમાં ઈલેક્ટ્રીક પોલની ચકાસણીની સંખ્યા વધી છે. તેમજ ઝાડ પડવાથી નુકશાન ન થાય તે માટે ટ્રીમીંગની સંખ્યા પણ એક હજારથી વધારે છે. તેમજ હજુ ટ્રીમીંગની કામગીરી પણ બાકી છે.  વરસાદી પાણી ન ભરાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ભયજનક મકાનો ઉતારવા માટેની પણ નોટીસો આપી દેવામાં આવી છે. 

AMC અંતર્ગતના જાહેર સ્થળો નાગરિકોના પ્રવેશ માટે બંધ કરવામાં આવ્યા
વાવાઝોડાની સંભવિત અસરને લઈને AMCનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMC અંતર્ગતના જાહેર સ્થળો નાગરિકોના પ્રવેશ માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં   કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી બંધ રહેશે.  બટરફલાય પાર્ક, રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર બંધ રહેશે.  તેમજ સાબરમતી રિવરફ્રન્ટના વોક વે પણ મુલાકાતીઓ માટે બંધ રહેશે.  નાગરિકોની સલામતી માટે AMCએ નિર્ણય લીધો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ