બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / importance of flag code of india
15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે જ દેશભક્તિ દેખાયા બાદ સાંજે જ કાગળના અને પ્લાસ્ટિકના ધ્વજ રસ્તે રઝળતા જોવા મળે છે. બીજી બાજુ વિક્રમ સર્જવાનો ઉત્સાહ હોય કે પછી સૌથી ઊંચો ત્રિરંગો લહેરાવવા માટેની હોડ લાગી હોય ત્યારે એકબીજાથી ચઢિયાતું આયોજન કરવા સરકારે બનાવેલા નિયમોનો છડેચોક ભંગ થતો હોય છે. ભારત સરકારે ચોક્કસ નીતિ નિયમો બનાવ્યા છે કે ક્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવો, કેવી રીતે ફરકાવવો, સલામી કેવી રીતે આપવી ચોક્કસ નીતિ નિયમો છે.
ADVERTISEMENT
ભારત સરકારે ત્રિરંગો કેવી રીતે ફરકાવવો તેના માટે ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં માનભર્યા સ્થાને અને સ્પષ્ટપણે દેખાઈ આવે તે રીતે હોવો જોઈએ. જાહેર મકાનો પર રવિવાર અને રજાના દિવસો સહિત બધા જ દિવસે ફરકાવી શકાય, રાષ્ટ્રધ્વજ ઊભો ફરકાવવાનો હોય ત્યારે રહેનારની એ ડાબી બાજુએ રાખવો, જો મંચ ઉપર રાખવાનો હોય તો વકતાની જમણી તરફ રાખવો, ત્રિરંગો મોટર પર ફરકાવવાનો હોય ત્યારે આગળના ભાગે સજ્જડ બેસાડેલા સળિયા ઉપર ફરકાવવો.

ADVERTISEMENT
આ રીતે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ અયોગ્ય કોઈ પણ ગૂંચળાની ઉપર ત્રિરંગો ફરકાવી શકાશે નહીં કોઈ પણ પોશાક કે ગણવેશ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ શકે નહીં, રાષ્ટ્રધ્વજ ઉપર કોઈ પ્રકારના શબ્દો ચિતરી ન શકાય, ત્રિરંગા ઉપર કોઈ પણ જાતના શબ્દો લખી શકાય નહીં, કોઈ પણ પ્રકારની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ શકે નહીં. ત્રિરંગો ફરકાવવાના પોલ ઉપર જાહેરાત નહીં થાય.
આ ઉપરાંત કોઈ પણ પ્રકારની વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ સાધન તરીકે થઈ શકે નહીં, રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે તે રીતે સંગ્રહ ન થઈ શકે. નુકસાન પહોંચ્યું હોય તો તેને ગમે ત્યાં નાંખી ન શકાય, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાય નહીં.
ADVERTISEMENT
બીજા કોઈ ધ્વજ કે પતાકાને રાષ્ટ્રધ્વજથી ઊંચા સ્થાને રાખી શકાય નહીં, રાષ્ટ્રધ્વજને ભોંય કે જમીન પર અટકાવી શકાશે નહીં. અથવા પાણી ઝબોળતો રાખી શકાશે નહીં, રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે તે રીતે ફરકાવી શકાશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.