બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Immediate auction of vehicles ferrying liquor Gujarat government will give 'dhar' to liquor ban

બૂટલેગરોનું આવી બન્યું / દારુની હેરાફેરી કરતાં વાહનોની તાત્કાલિક હરાજી, ગુજરાત સરકાર દારુબંધીને આપશે 'ધાર', જાણો શું છે પ્લાન

Hiralal

Last Updated: 04:20 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે દારુબંધીના કાયદાને કડક બનાવવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે.

ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુ છૂટ બાદ ગુજરાતમાં અલગ અલગ ઠેકાણેથી દારુ છૂટની માગ ઉઠી હતી. રાજકોટ, સુરત અને મોરબી સહિતના બીજા વિસ્તારોમાંથી પણ ગિફ્ટ સિટી જેવી લિકર છૂટ આપવાની માગ ઉઠી હતી આ બધી માગ અને ચર્ચા વચ્ચે હવે ગુજરાત સરકારે દારુબંધીના કાયદાને વધારે કડક બનાવવા એક પગલું ભરવાની તૈયારીમાં છે. 

દારુની હેરાફેરીમાં સંડોવાયેલા વાહનોની તાત્કાલિક હરાજી 
રાજ્યના દારૂબંધી અને આબકારી વિભાગે હાલના દારૂબંધીના કાયદામાં મોટા સુધારાની દરખાસ્ત કરી છે, જેથી તેને વધુ કડક બનાવી શકાય. દરખાસ્ત મુજબ દારૂની હેરફેર કરતા જે પણ વાહન પકડાશે તેને કાયમી ધોરણે જપ્ત કરી તાત્કાલિક હરાજી કરવામાં આવશે. આ નાણાં સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે તેવું સરકારી સૂત્રોએ કહ્યું હતું. 

વધુ વાંચો : ન્યૂડકોલ જેવી ઘટનાઓથી ગભરાશો નહીં: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી લોકોને આપ્યું આશ્વાસન

29 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ થઈ શકે સુધારિત બીલ 
રાજ્યના ગૃહ, કાયદા અને કાયદાકીય અને સંસદીય બાબતોના વિભાગો એમ ત્રણ મુખ્ય વિભાગો દ્વારા સુધારા બિલના મુસદ્દાની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ લીલી ઝંડી આપ્યા બાદ આ ખરડો ચાલુ રાજ્ય વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે, જે 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. સરકાર વટહુકમનો માર્ગ પણ અપનાવી શકે છે.સૂત્રોએ એવું પણ કહ્યું કે દર વર્ષે, રાજ્યમાં વ્યક્તિઓ તેમજ બુટલેગરો દ્વારા દારૂની હેરફેર કરવા બદલ સેંકડો વાહનો - ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રક - જપ્ત કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં આરોપીઓ કોર્ટના આદેશો સાથે વાહનને મુક્ત કરાવવામાં સફળ થાય છે, અને ગેરકાયદેસર વેપાર માટે તેનો ફરીથી ઉપયોગ કરે છે. જ્યારે આરોપીઓ વાહનનો દાવો કરતા નથી, ત્યારે પણ આવા વાહનોનો નિકાલ કરવામાં લાંબો સમય લાગે છે. તે ઉપરાંત જપ્ત થયેલા વાહનો પોલીસ સ્ટેશનોમા પણ મોટા પ્રમાણમાં જગ્યા રોકે છે આ એક પણ એક મોટી સમસ્યાં છે.  

દારુમાં પકડાયો તો કેટલી સજા 
આ પહેલા ફેબ્રુઆરી 2017માં ગુજરાત સરકારે દારૂના ખરીદ, વેચાણ અને પરિવહન સાથે સંકળાયેલા લોકોને દંડ તેમજ જેલની સજામાં નોંધપાત્ર વધારો કરીને દારૂના કાયદાને કડક બનાવવાનું બિલ પસાર કર્યું હતું. દારૂ વેચનારા માટે જેલની સજા વધારીને 10 વર્ષ કરવામાં આવી હતી જે માત્ર 3 વર્ષ પહેલા જ હતી. 
તેવી જ રીતે દારૂના અડ્ડા સંચાલકો તેમજ તેમને મદદ કરનારાઓને 10 વર્ષ સુધીની કેદની સજા ફટકારવામાં આવી હતી.

ગિફ્ટ સિટીની છૂટ બાદ રાજ્યમાં ઉઠી દારુ છૂટની માગ 
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે 22 ડિસેમ્બર 2023ના દિવસે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુની છૂટ આપી હતી જે પછી ચર્ચા ઉપડી હતી કે સરકાર દારુબંધી હટાવી શકે છે પરંતુ હવે લાગે છે કે ગુજરાત સરકારનો દારુબંધી હટાવવાનો કોઈ ઈરાદો નથી અને તેને બદલે એક સુધારિત બીલ લાવીને તેને વધારે મજબૂત કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ