બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IFFCO Nano Biotechnology Research Center Nano Urea plant inaugurate PM narendra modi
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ એક દિવસીય ગુજરાતની મુલાકાત પર છે. જેમાં તેઓ સૌ પ્રથમ સવારે લગભગ 10.30 વાગ્યે, તેઓ રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી.ની મુલાકાત લઈને હોસ્પિટલનું લોકાપર્ણ કરી સ્થળ પર જાહેર કાર્યક્રમનું સંબોધન કર્યું હતું. ત્યાર બાદ બપોરે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત શરૂ કર્યું હતું. જ્યાં તેઓ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
યુરિયાની એક બોરી હવે એક બોટલમાં સમાઇ ગઇ છેઃ PM મોદી
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું કે, યુરિયાની એક બોરી હવે એક બોટલમાં સમાઇ ગઇ છે. યુરિયાની એક બોરી, તેની જેટલી તાકાત છે, એક બોટલમાં સમાઇ ગઇ છે. એટલે નેનો યુરિયાની અડધો લીટર બોટલ આખી બોરી યુરિયાની જરૂરિયાતને પૂર્ણ કરશે. ખુબ ખર્ચો ઓછો થઇ જશે. આ નવનિર્મિત પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા દોઢ લાખ બોટલ છે. આવા 8 વધુ પ્લાન્ટ દેશમાં લાગવાના છે. તેનાથી યુરિયા પર વિદેશી નિર્ભરતા ઓછી થશે. યુરિયા ખેતરમાં જવાના બદલે કાળાબજારીનો શિકાર થઇ જતા. પોતાની જરૂરિયાત માટે લાકડીઓ ખાવા મજબૂર થઇ જતા હતા.
ADVERTISEMENT
મહત્વનું છે કે, આ પ્લાન્ટને નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર સ્થાપના કરવામાં આવી છે. આ પ્લાન્ટ દરરોજ 500 MLની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.
175 કરોડના ખર્ચે તૈયાર થયો છે નેનો યુરિયા પ્લાન્ટ
ADVERTISEMENT
ત્યારે આવો જાણીએ કે ઇફ્કો દ્વારા નિર્મિત નેનો યુરિયા પ્લાન્ટની શુ ખાસિયતો છે. મહત્વનું છે કે, પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને રૂપિયા 175 કરોડના ખર્ચે અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરાઇ છે. આ પ્લાન્ટમાં દરરોજ 500 મિલી લીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે. ઉલ્લેખનીય છે કે, નેનો યુરિયા નાઈટ્રોજનનો સ્ત્રોત છે. જે છોડમાં કાર્બોહાઈડ્રેટ્સ,પ્રોટીન અને છોડની રચના અને વનસ્પતિની વૃદ્ધિ માટે ઉપયોગી છે. તંદુરસ્ત છોડમાં નાઇટ્રોજનનું પ્રમાણ 1.5થી 4 ટકા જેટલું હોય છે
Glad to share that the #IFFCO team of Nano Biotechnology Research Center, officials of #IFFCONanoUrea plant and IFFCO Family is eagerly waiting for our Hon’ble PM Sh. @narendramodi Ji to virtually inaugurate & dedicate the World’s 1st #NanoUrea plant to nation. #MakeInIndia pic.twitter.com/t7mubBN0bm
— Dr. U S Awasthi (@drusawasthi) May 27, 2022
ADVERTISEMENT
નેનો યુરિયા ખાતરને ખેડૂતો ખૂબ સરળથી ઉપયોગ કરી શકશે
ADVERTISEMENT
અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટ તૈયાર કરાયેલું ખાતર સ્પ્રે પદ્ધતિથી યુરિયા છોડના મૂળમાં તેમજ સીધા જ પાંદડા પર સ્પ્રે કરી શકાશે. આમ પાકની વૃદ્ધિના મુખ્ય તબક્કામાં પાંદડા પર નેનો યુરિયાનો છંટકાવ કરીને નાઇટ્રોજનની જરૂરિયાત અસરકારક રીતે પૂરી થાય છે.નેનો યુરિયા તેની શોષણ ક્ષમતા 80 ટકાથી વધુ જોવા મળે છે, જે સામાન્ય યુરિયા કરતા વધારે છે. ખેતીમાં યુરિયા ખાતરના આડેધડ ઉપયોગ અને ખાતરની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નેનો યુરિયાનું સંશોધન કરાયું છે. નેનો યુરિયા ખાતરને 11 હજાર ફિલ્ડ ફાર્મર અને 94 પાક પર ટ્રાયલ કરાયું છે.
લિક્વીડ યુરિયાનો 500 MLનો ભાવ રૂ.240
ઇફ્કોનો દાવો છે કે નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજમાં આઠ ટકાનો વધારો થશે તેમજ પાક અને ઉપજની ગુણવત્તામાં સુધારણા સાથે ખેતીનો ખર્ચ ઘટશે, જે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે. નેનો યુરિયા લીક્વીડ ખાતરની વિશેષતા અને મહત્વ બતાવતા IFFCO જણાવ્યું હતું કે નેનો યુરીયા પોષક તત્વોથી સમૃદ્ધ, જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ હશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં તે ખૂબ ફાયદાકારક સાહિત થશે. સૌથી મહત્વનું છે કે નેનો લિક્વીડ યુરિયા ખાતરના લીધે લોજેસ્ટીક વેર હાઉસના ખર્ચમાં પણ ઘટાડો થશે.
જમીન અને આરોગ્ય પર કોઈ આડઅસર નથી
ઇફ્કોનો દાવો છે કે નેનો યુરિયા પ્રવાહી ખાતર બનાવામાં આવ્યું છે તેની જમીન કે પછી આરોગ્ય પર કોઈ વિપરીત અસર નથી થતી. આપને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના સૌથી પહેલા પ્રવાહી ખાતરનું ઉત્પાદન આપણા ગુજરાતના કલોલમાં થઈ રહ્યું છે.
સરકાર રાસાયણિક ખાતર પર જંગી સબસિડી આપે છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર યુરિયા પર કંપનીઓને મોટી રકમની સબસિડી આપે છે.આ સબસિડી સમયાંતરે બદલાતી રહે છે.વિદેશમાંથી આયાતી યુરિયા જેના આધારે મળે છે તેના આધારે વધઘટ થાય છે.રાસાયણિક ખાતરોને ફેક્ટરીમાંથી છૂટક વેચાણ સ્થળ સુધી પહોંચાડવાનું પણ મોટું કામ છે. પરંતુ નેનો-લિક્વિડ યુરિયાના પરિણામે પરિવહન અને સંગ્રહમાં મોટી બચત થશે. હાલમાં એક રેક ( રાયણિક ખાતરોને 52,000 બોરી) આખી ટ્રેન વહન કરે છે. પરંતુ નેનો લિક્વિડ યુરિયાની 52,000 બોટલ માત્ર એક ટ્રકમાં આવશે.લિક્વિડ યુરિયાની વિશાળ વેરહાઉસની જરૂર રહેશે નહીં. તેમજ ખેડૂતને પણ લઈ જવામાં ફાયદો છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.