ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / If you see lord ganpati in your dream what does it mean

સંકેત / જો તમારા સપનામાં ગણેશજી દેખાય, તો આ શેના છે સંકેત જાણો વિગતે

Last Updated: 04:20 PM, 3 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે આપણે ઉંઘમાં હોઇએ છીએ ત્યારે આપણને સપના આવતા હોય છે. કેટલાક સપના સારા હોય છે જ્યારે બીજા કેટલાક સપના વિચિત્ર હોય છે આપણે ઝબકીને જાગી જઇએ છીએ.

ADVERTISEMENT

  • ગણેશજી સપનામાં આવે તો શું સંકેત આપે છે
  • ગણેશજી મૂષક પર દેખાય તો શું સંકેત 
  • સપનાની વાતો ભવિષ્ય બતાવે છે

ઘણીવાર આપણને ભવિષ્યમાં શું થવાનું છે તેના ઝાંખી પણ કરાવતા સપના આવે છે. ઘણીવાર લોકોને ભગવાન ગણપતિ સપનામાં આવે છે, અને આપણને આવતા સપનાનો પણ એક અર્થ હોય છે. જો તમને સપનામાં ગણેશજી આવે છે તો તેનો શું અર્થ છે તે આજે અમે તમને જણાવીશું. 

જો તમને સપનામાં ગણેશજી આવે છે અને તે પ્રસન્ન મુદ્રામાં છે તો સમજી લો કે તમારુ લાંબા સમયથી અટકેલુ કામ સફળ થશે અને જીવનમાંથી તકલીફોનો અંત થશે. 

જો ગણપતિ આશીર્વાદ આપતા દેખાય તો સમજી લેજો કે તમારા કામમાં આવનારી દરેક તકલીફો દૂર થઇ જશે. 

કોઇ પંડાલ કે મંદિરમાં ગણેશજી દેખાય છે તો તેનો મલતબ છે કે તમે તમારી જવાબદારીઓ સારી રીતે પૂર્ણ કરી શકશો અને કોઇ પણ પ્રકારની પરિક્ષામાં સફળતા પ્રાપ્ત કરો છો. 

જો તમને સપનામાં મૂષકપર બેઠેલા ગણપતિ આવે છે તો તે સંકેત છે કે તમારા જીવનમાં કોઇ નવો રસ્તો ખુલશે અને તમારી જીંદગી બદલવાની છે. તમારુ જીવન બદલાવવાનુ છે, કોઇ સહયોગી મળવાનુ છે જીવનમાં અને ગાડી પાટા પર ચાલવાની છે. 

જો ગણેશજી તાંડવ કરતા સપનામાં આવે તો આ અશુભ સંકેત છે, જો તમે ભગવાનને આ રૂપમાં જોવો તો તાત્કાલિક સંકટ નાશક સ્ત્રોતનો જાપ શરૂ કરી દો. જેથી તમારા કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થાય. 

જો ગણપતિની ખંડિત મૂર્તિ તમારા સપનામાં આવે તો તમારા જીવનમાં સંકટ આવવાનુ છે. નજીકના ભવિષ્યમાં તમારા જીવનમાં એક સાથે ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે તેવા સંકેત આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

ઉંઘ ગણપતિ ગણેશજી સપના Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ