ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અસ્થમા શ્વાસનળીઓને પ્રભાવિત કરે છે. શ્વાસનળી જ આપણા ફેફસામાંથી હવાને અંદર બહાર કરે છે. અસ્થમાં થતા આ નળીઓમાં સોજો આવે છે, જેના લીધે તે સંકોચાઇ જાય છે અને ફેફસા સુધી પર્યાપ્ત હવા પહોંચી શકતી નથી. આ કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અસ્થમાને સંપુર્ણ રીતે ઠીક ન કરી શકાય, પરંતુ તેની પર નિયંત્રણ રાખી શકાય છે.
ADVERTISEMENT
અસ્થમાં કોઇ પણ વ્યક્તિને કોઇપણ ઉંમરમા થઇ શકે છે. બાળકો અને વૃધ્ધોમાં અસ્થમા થવો સામાન્ય બાબત છે. મોસમમાં પરિવર્તન, ધુળ-માટી અને ધુમાડા જેવી કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં અસ્થમાના એટેકનો ખતરો વધી જાય છે. તેના કારણે છાતીમાં દુખાવો, ખાંસી, બંધ નાક અને શ્વાસ લેવામાં પરેશાની થાય છે. ધુળ માટીના કણ, ધુમાડો, શ્વાસની પરેશાની અને ભાવનાત્મક કારણોથી અસ્થમાં એટેકની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત ઘાસ, લાકડી વગેરેના પરાગ કણ, ગેસ, પેઇન્ટ, સ્મોકિંગ અને રાસાયણિક વસ્તુઓની ગંધના લીધે અસ્થમાનો એટેક આવે છે.
મોસમમાં પરિવર્તનના કારણે થતા વાઇરસ ઇન્ફેક્શનના કારણે પણ અસ્થમા વધી જાય છે. પરફ્યુમ, હેર સ્પ્રે વગેરેની ગંધથી પણ અસ્થમાના એટેકનો ખતરો વધે છે. પર્યાવરણ પ્રદુષણના કારણે પણ અસ્થમા વધવાની શક્યતાઓ રહે છે. કેટલીક ખાણીપીણીની ચીજોથી પણ અસ્થમા વધવાની શક્યતાઓ રહે છે. બ્રેડ, પાસ્તા, કેક અને પેસ્ટ્રીના વધુ સેવનથી અસ્થમાં વધી શકે છે. આ ઉપરાંત મગફળી, સોયા, માછલી અને ઇંડા, દુધ તેમજ દુધના ઉત્પાદનથી પણ અસ્થમા વધવાની શક્યતાઓ રહે છે. તેથી આવી વસ્તુઓથી દુર રહેવુ જોઇએ. સતત છીંકો આવવી, શ્વાસ ફુલવા, છાતીમાં ખેંચાણ અનુભવવું વગેરે અસ્થમાના લક્ષણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો