બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / If such a tragedy happens in Dwarka after Morbi, who is responsible? Ferry boat video goes viral

સંભાવના / મોરબી બાદ દ્વારકામાં આવી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? ફેરી બોટનો વીડિયો વાયરલ

Priyakant

Last Updated: 11:21 AM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટનો વીડિયો વાયરલ થયો છે. જોકે ફેરી સર્વિસના વીડિયો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા

  • મોરબી બાદ દ્વારકા જિલ્લામાં પણ બની શકે છે દુર્ઘટના 
  • ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટનો વીડિયો વાયરલ 
  • ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનો વીડિયો આવ્યો સામે
  • નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી 

મોરબીમાં બનેલી દર્દનાક ઘટાનામાં લોકોએ  જીવ ગુમાવ્યા છે. તેવામાં હવે મોરબી બાદ દ્વારકા જિલ્લામાં પણ આવી દુર્ઘટના બની શકે છે. વાત જાણે એમ છે કે, મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટનો વીડિયો વાયરલ થયો છે. જોકે ફેરી સર્વિસના વીડિયો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. હાલમાં ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. 

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં  ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું દેખાઈ રહ્યું છે.  આ સાથે નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી હોવાનું પણ સામે આવતા ચકચાર મચી ગઈ છે.  જો જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે તે સવાલ પણ હાલ પંથકમાં ઉઠી રહ્યો છે. 

મહત્વનું છે કે, ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીને લઈ ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને ઓખા મરીન પોલીસના આંખ આડાકાન કરી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.  જોકે અહી સૌથી મોટો સવાલ એ છે કે,  સ્થાનિક તંત્ર દ્વારા લોકોની આવડી મોટી ભીડ વચ્ચે પણ કોઇ સુરક્ષા કેમ નહી ? જો મોરબી જેવી કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? 

મોરબીમાં અત્યાર સુધી 140થી વધુના મોત 

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીના તમામ અપડેટ:

- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ 
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત 
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ 
- આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન 
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત 
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ 
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા 
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Morbi disaster ro ro ferry ઓખા બેટ દ્વારકા બોટ ફેરી બોટ સેવા Dwarka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ