બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / If Sardar Patel was not there, Pakistan tookover Lakshadweep: Know how Jinnah's plan failed

ઇતિહાસ / સરદાર પટેલ ન હોત તો પાકિસ્તાનનું થઈ ગયું હોત લક્ષદ્વીપ: જાણો કઈ રીતે ફેલ કર્યો ઝીણાનો પ્લાન

Megha

Last Updated: 09:41 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંગ્રેજોએ હિંદુસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા. એક પાકિસ્તાન અને બીજું ભારત. પરંતુ આ સમયે લક્ષદ્વીપ કોનો ભાગ જશે તે નિશ્ચિત ન હતું અને ઝીણા તેને હડપી લેવાની યોજના બનાવી રહ્યા હતા.

  • બૉયકોટ માલદીવ ટ્રેન્ડ સાથે લક્ષદ્વીપ આ સમયે ચર્ચાનો વિષય બન્યો છે.
  • શું તમે જાણો છો કે પાકિસ્તાન એક સમયે લક્ષદ્વીપને કબજે કરવા માંગતુ હતું. 
  • સરદાર વલ્લભભાઈ પટેલને કારણે આજે આ ટાપુ ભારતનો ભાગ છે. 

હાલ સોશિયલ મીડિયા પર બૉયકોટ માલદીવની સાથે સાથે એક્સલપોર ઈન્ડિયન આઇલેન્ડ પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લક્ષદ્વીપ આ સમયે ચર્ચાનો વિષય બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને પર્યટનને પ્રોત્સાહન આપવાની વાત કરી, જેનાથી માલદીવના ઘણા નેતાઓ નારાજ થયા અને પીએમ મોદી પર ટિપ્પણી કરી. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે, પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાન એક સમયે લક્ષદ્વીપને કબજે કરવા દોડી આવ્યું હતું પરંતુ આપણાં સરદાર પટેલને કારણે આજે આ ટાપુ ભારતનો ભાગ છે. 

સરદાર પટેલની 69મી પુણ્યતિથિ, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ | Sardar  Vallabhbhai Patel Death Anniversary 15th december PM modi pay tributes

આપણે બધાએ જ બાળપણથી જ લક્ષદ્વીપ વિશે સાંભળ્યું હશે કે લક્ષદ્વીપ એક નાનો ટાપુ છે પરંતુ તેની વાર્તા ઘણી લાંબી છે. એ તો જાણીતું જ છે કે અંગ્રેજોએ જ્યારે ભારતને આઝાદ કર્યું ત્યારે તેણે તેના બે ટુકડા કરી નાખ્યા હતા. એક પાકિસ્તાન અને બીજું ભારત. પાકિસ્તાનના સ્થાપક, મોહમ્મદ અલી ઝીણા, પાકિસ્તાનમાં મુસ્લિમ બહુમતી ધરાવતા તમામ મુસ્લિમ રજવાડાઓને સામેલ કરવા માંગતા હતા. જો કે એ ભાગલા સમયે તે લક્ષદ્વીપ કોનો ભાગ હશે તે નિશ્ચિત ન હતું. ઝીણાએ તેને હડપી લેવાની યોજના બનાવી રહ્યા હતા.

Tag | VTV Gujarati

ઝીણા હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીરને પાકિસ્તાનમાં જોડવા માંગતા હતા પરંતુ લોખંડી પુરૂષ પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના કુશળ નેતૃત્વએ આવું થવા દીધું ન હતું. દરમિયાન, એક અન્ય મુસ્લિમ બહુમતી વિસ્તાર હતો, જે કોચીથી 496 કિલોમીટર દૂર સ્થિત હતો, જે ભાગલાથી અસ્પૃશ્ય રહ્યો હતો. તે લક્ષદ્વીપ હતું, જ્યાં 93% વસ્તી મુસ્લિમ હતી. વિભાજન પછી પાકિસ્તાન આ સુંદર ટાપુ સમૂહને કબજે કરવા માંગતું હતું. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય બે તમિલ નેતાઓની તત્પરતાને કારણે, લક્ષદ્વીપ ભારતનો એક ભાગ જ રહ્યું. 

પાકિસ્તાને લક્ષદ્વીપ પર કબજો કરવા માટે એક જહાજ પણ મોકલ્યું હતું. પરંતુ સરદાર પટેલને આ માહિતી મળતાં જ તેમણે દક્ષિણના રજવાડાના મુદલિયાર ભાઈઓ સાથે મળીને પાકિસ્તાનની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી. ત્રાવણકોર રાજ્યના લોકો દક્ષિણના રાજ્યના મુદલિયાર ભાઈઓ સાથે લક્ષદ્વીપ ગયા અને ભારતનો ધ્વજ ફરકાવ્યો હતોજ્યારે પાકિસ્તાની જહાજ લક્ષદ્વીપ પહોંચ્યું ત્યારે જોવા મળ્યું કે લક્ષદ્વીપ પર પહેલેથી જ ત્રિરંગો લહેરાતો હતો.

વધુ વાંચો: લક્ષદ્વીપમાં બનશે નવું એરપોર્ટ, લડાકૂ વિમાન તૈનાથ થશે, મોદી સરકારે તૈયાર કર્યો ખાસ પ્લાન

રામાસ્વામી અને લક્ષ્મણસ્વામી મુદલિયાર પાકિસ્તાની જહાજ આવે તે પહેલા જ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો હતો. પાકિસ્તાની જહાજે તિરંગો જોયો કે તરત જ તેણે તેની દિશા બદલી અને પાકિસ્તાન પરત ફર્યું. એટલે કે જો તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ત્વરિત પગલાં ન લીધાં હોત તો આજે લક્ષદ્વીપ ભારતનો ભાગ ન હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ