બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 9થી વધુ સિમકાર્ડ નીકળ્યા તમારા નામે તો થઇ શકે છે 50 હજારનો દંડ, આ રીતે કરો ચેક

કામની વાત / 9થી વધુ સિમકાર્ડ નીકળ્યા તમારા નામે તો થઇ શકે છે 50 હજારનો દંડ, આ રીતે કરો ચેક

Last Updated: 03:16 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે તે જાણવું તમારા માટે ખૂબ મહત્વનું છે. જો તમારા નામે 9 થી વધુ સિમ એક્ટિવ હોય તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.

આજના ડિજિટલ યુગમાં દરેક લોકો મોબાઈલ ફોન યુઝ કરે છે, જેમાં સિમ કાર્ડની પણ જરૂર પડે છે. આ સિમ કાર્ડ ખરીદવા માટે આપણે ટેલિકોમ કંપનીને પુરાવા આપવા પડે છે. કરોડો લોકો એવા છે જેમની પાસે અનેક સિમ કાર્ડ હોય છે. પરંતું એક કરતાં વધુ સિમ કાર્ડ લેવા અમુક વખત તમને ભારે પડી શકે છે. જો સરકારને તમારા નામે 9 થી વધુ સિમ કાર્ડ ચાલુ હોય તે જાણકારી મળે તો તમારે 50 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. ઘણા લોકો જ્યારે બીજુ સિમ કાર્ડ ખરીદે ત્યારે પ્રિવિયસ કે જે યુઝ ના કરતા હોય તે સિમ બંધ નથી કરાવતા. જેથી આ લોકોને દંડ ભરવાનો વારો આવી શકે છે.

  • શું કહે છે નિયમ?

નવા ટેલિકોમ નિયમ મુજબ કોઈ વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ 9 સિમ કાર્ડ રાખી શકે છે. પરંતું જમ્મુ અને કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વ રાજ્યોના રહેવાસીઓ માટે આ મર્યાદા માત્ર 6 સિમ કાર્ડની છે. જે લોકોના નામે પહેલીવાર વધુ સિમ કાર્ડ જોવા મળે છે તેમને 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. બાદમાં આ દંડ 2 લાખ રૂપિયા સુધી ભરવો પડી શકે છે.

  • જેલ પણ થઈ શકે
    જો કોઈ વ્યક્તિ નકલી ડોક્યુમેન્ટ દ્વારા સિમ કાર્ડ ખરીદે છે અને પકડાઈ જાય તો તેને જેલ પણ થઈ શકે છે. આથી સિમ કાર્ડ ખરીદતી વખતે હંમેશા અસલ અને સાચા ડોક્યુમેન્ટ રજૂ કરો.
  • કેટલા સિમ એક્ટિવ, કેવી રીતે જાણવું?

જો તમને તમારા નામે નોંધાયેલા એક્ટિવ સિમ કાર્ડ વિશે માહિતી જણાવી હોય તો તમે સરકારના સંચાર સાથી પોર્ટલની મદદ લઈ શકો છો. પોર્ટલ દ્વારા તમે જાણી શકશો કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ કાર્ડ લિંક છે. જો કોઈ એવો નંબર જણાય કે, જેનો ઉપયોગ તમે બંધ કરી દીધો છે તો તમે તને આ પોર્ટલ પરથી બંધ પણ કરાવી શકો છો.

વધુ વાંચો : ઘરમાં ઓચિંતી ઇમરજન્સી આવી છે? તો હવે કઇ રીતે ખરીદશો ટ્રેન ટિકિટ

ઉલ્લેખનીય છે કે, તમારો મોબાઇલ નંબર તમારા બેંક એકાઉન્ટ અને આધાર સંબંધિત સર્વિસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આથી માત્ર તે જ સિમ કાર્ડ તમારા નામે રાખો જે એક્ટિવ હોય અને જેનો તમે દરરોજ ઉપયોગ કરતા હોવ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Telecommunication Sim Card Penalty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ