LPG સિલેન્ડરમાં ગેસ ઓછી હોવાની ફરિયાદ મળતી રહેતી હોય છે. જોકે આ મામલામાં ફરિયાદ કરવા પર કોઈ પ્રકારની કાર્યવાહી LPG એજન્સી ચાલકો કે પછી ડિલીવરી મેન પર થતી નથી. પરંતુ હવે ચિંતા કરવાની જરુર નથી. હવે તમે ગ્રાહક સુરક્ષામાં ગેસ સિલેન્ડર સમય પહેલા ખતમ થઈ જાય તો તેની ફરિયાદ કરી શકો છો. કેન્દ્ર સરકારે ઉપભોક્તા સંરક્ષણ એક્સ 2019માં સ્પષ્ટ કરી દિધુ છે કે કોઈ ગેસ વિતરક ગ્રાહકના અધિકાર પર તરાપ મારે છે તો તેની સામે સખત પગલા લેવામાં આવશે.
નવા કાયદા મુજબ ગેસ ચોરી પર નિયંત્રણ આવશે
ગ્રાહકો એલપીજી સિલેન્ડરની ડિલિલરી લેતા સમયે તેનું વજન ચેક કરતા નથી
તમે સીધા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી શકો છો
નવા કાયદા હેઠળ હવે એલપીજી સિલેન્ડર સમય પહેલા પુરો થઈ જાય તો તેની ફરિયાદ વિતરકને કર્યા બાદ જો કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો તમે સીધા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી શકો છો. એક મહિનાની અંદર તમારી ફરિયાદ પર પગલા ભરવામાં આવશે.
ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ 2019માં અમલમાં મુક્યા બાદ ગ્રાહકોને ઓછી એલપીજી મળે છે. તો એલપીજી વિતરક પર કાર્યવાહી તો થશે સાથે સાથે તેમના લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.
મોટા ભાગના ગ્રાહકો એલપીજી સિલેન્ડરની ડિલિલરી લેતા સમયે તેનું વજન ચેક કરતા નથી. એલપીજીની ડિલીવરી કરનારા વ્યક્તિ સપ્લાય કરતા સમયે વજન માપનાર કાંટો સાથે રાખતો નથી. જો કોઈ ગ્રાહક સિલેન્ડ માપવા પર ભાર મુકે છે તો આ મશીન કાઢીને તેનું વજન કરવામાં આવે છે. જોકે હાલમાં કોઈ પણ માપ તોલ વગર ગ્રાહકોના ઘરે સિલેન્ડર પહોંચી જતો હોય છે. પણ હવે નવા કાયદા મુજબ ગેસ ચોરી પર નિયંત્રણ આવશે.