જો તમારી પાસેથી પણ કોઈ રિક્ષા ચાલકો વધુ ભાડાની માગણી કરે તો, તમે ફરિયાદ નોંધાવી શકો છો. ટ્રાફિક પોલીસે ફરિયાદ માટે 1095 હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે.
AMTS અને BRTS બસ બંધ થતાં ભાડા વધર્યા
મુસાફરોને લૂંટતા રીક્ષા ચાલકો પર તવાઇ
ટ્રાફિક પોલીસે 1095 હેલ્પલાઇન નંબર શરૂ કર્યો
અમદાવાદમાં તંત્ર દ્વારા BRTS અને AMTS બંધ કરી દેવાઈ છે. જેનો લાભ લઈ કેટલાક રિક્ષા ચાલકો વધુ ભાડુ વસુલી રહ્યા છે. જો તમારી પાસેથી પણ કોઈ રિક્ષા ચાલકો વધુ ભાડાની માગણી કરે તો, તમે ફરિયાદ નોંધાવી શકો છો. ટ્રાફિક પોલીસે ફરિયાદ માટે 1095 હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. મુસાફરોને લૂંટતા રિક્ષા ચાલકો પર પોલીસ તવાઇ કરશે.
અમદાવાદમાં કોરોનાના વધતા કેસના કારણે કર્ફ્યૂનો સમય અને AMTS સહિત BRTS બંધ કરવામાં આવી છે. તો જે લોકોને રોજબરોજ નોકરી-ધંધે જવું ફરિજીયાદ છે. તેમના માટે બસ સેવા બંધ થતા મુશ્કેલી ઉભી થઈ છે. તેના વિકલ્પમાં રિક્ષામાં જવું પડે છે. અને આ સાથે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે, રિક્ષા ચાલકો વધુ ભાડું ઉઘરાવી રહ્યા છે. લોકોની ફરિયાદ સામે ટ્રાફિક પોલીસે પણ હવે ફરિયાદ નંબર જાહેર કર્યો છે. સાથે રિક્ષા યુનિયનને પણ સૂચના આપવામાં આવી છે.