બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / બિઝનેસ / icici bank bank of india and pnb hike mclr your home loan emis to go up

તમારા કામનું / PNB, ICICI અને BOI ના ગ્રાહકોને મોટો ઝટકો: ખિસ્સાં પર વધશે ભાર, લેવાયો મોટો નિર્ણય

Manisha Jogi

Last Updated: 02:45 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ નેશનલ બેન્ક, ICICI બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાએ હોમ લોન સહિત તમામ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે, જેથી હવે EMI પણ વધી જશે.

  • દેશની મુખ્ય બેન્કોએ લોનના વ્યાજદરમાં વધારો કર્યો
  • હોમ લોન સહિત તમામ લોનના વ્યાજદરમાં વધારો
  • ઓટો લોન સહિત મોટાભાગની કન્ઝ્યુમર લોન MCLR સાથે જોડાયેલ હોય છે

દેશની મુખ્ય બેન્કોએ લોનના વ્યાજદરમાં વધારો કરીને ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. પંજાબ નેશનલ બેન્ક, ICICI બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાએ હોમ લોન સહિત તમામ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે, જેથી હવે EMI પણ વધી જશે. ત્રણ બેન્કોએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. હોમ લોન અને ઓટો લોન સહિત મોટાભાગની કન્ઝ્યુમર લોન આ MCLR સાથે જોડાયેલ હોય છે. 

ICICI બેન્કે વધારો કર્યો
ICICI બેન્ક તમામ લોન માટે MCLRમાં 5 બેઝિસ પોઈન્ટમાં વધારો કર્યો છે. બેન્કની વેબસાઈટ અનુસાર એક મહિનાનો  MCLR દર 8.35 ટકાથી વધીને 8.40 ટકા થયો છે. ત્રણ મહિના અને 6 મહિના માટે MCLR દર 8.45 અને 8.80 ટકા પર પહોંચી ગયો છે. એક વર્ષ માટે MCLR દર 8.85 ટકાથી વધારીને 8.90 ટકા કરવામાં આવ્યો છે. 

PNBએ કર્યો વધારો
પંજાબ નેશનલ બેન્કે રાતોરાત MCLR 8.10 કરી દીધો છે. એક મહિનાના ટેન્યોર માટે MCLR 8.20 ટકા રાખ્યો છે. ત્રણ મહિના અને 6 મહિના માટે MCLR દર 8.30 અને 8.50 ટકા પર પહોંચી ગયો છે. એક વર્ષ માટે MCLR દર 8.60 અને એક વર્ષ માટે MCLR દર 8.90 ટકા રાખ્યો છે. 

બેન્ક ઓફ ઈન્ડિયાએ MCLR વધાર્યો
બેન્ક ઓફ ઈન્ડિયાએ નિશ્ચિત સમયગાળા માટે MCLRમાં વધારો કર્યો છે. બેન્કે રાતોરાત લોન માટે MCLR 7.95 કરી દીધો છે. એક મહિનાના ટેન્યોર માટે MCLR 8.15 ટકા રાખ્યો છે. ત્રણ મહિના અને 6 મહિના માટે MCLR દર 8.30 અને 8.50 ટકા પર પહોંચી ગયો છે. એક વર્ષ માટે MCLR દર 8.70 અને એક વર્ષ માટે MCLR દર 8.90 ટકા રાખ્યો છે. 

MCLR શું હોય છે?
માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ્સ અથવા MCLR દર RBI દ્વારા લાગુ કરવામાં આવતો બેંચમાર્ક હોય છે. જેના આધાર પર તમામ બેન્ક લોન માટે વ્યાજ દર નક્કી કરે છે. RBI જેના આધાર પર બેન્કને લોન આપે તે રેપોરેટ તરીકે ઓળખવામાં આવે છે. 

RBI તરફથી રેપોરેટ ઓછો હોય તો બેન્કને સસ્તી લોન મળે છે, જેથી બેન્ક MCLRમાં ઘટાડો કરીને લોનની EMIમાં ઘટાડો કરે છે. રેપો રેટમાં વધારો થાય તો, બેન્કોને RBI તરફથી મોંઘી લોન આપવામાં આવે છે, જેના કારણે બેન્કોએ MCLRમાં વધારો કરવાનો નિર્ણય લેવો પડે છે અને ગ્રાહકો પર બોજ વધે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ