બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / ICC World Cup 2023: India to face Pakistan on October 15 at Narendra Modi Stadium in Ahmedabad

ICC ODI World Cup 2023 Schedule / 'રોહિત સેના' આ તારીખે ટકરાશે પાકિસ્તાન સામે, 8મી ઓક્ટોબરે પહેલી મેચ, ફાઈનલ રમાશે અમદાવાદમાં

Hiralal

Last Updated: 12:34 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ 5 ઓક્ટોબરથી શરુ થઈ રહેલા ભારતમાં યોજાનાર આઈસીસી વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ જાહેર કરી દીધું છે.

  • વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર 
  • 5 ઓક્ટોબરથી ભારતમાં શરુ થશે 
  • 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 
  • 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે ફાઈનલ 

ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા તે ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ સત્તાવાર રીતે જાહેર થયું છે. આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્ડ કપ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત ભારત અને પાકિસ્તાન મેચને લઈને છે, આ બન્ને કટ્ટર હરીફ દેશો 15 ઓક્ટોબરે મેચ રમશે.

રોહિત સેના અલગ અલગ ઠેકાણે રમશે 9 મેચ

રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડીયા વર્લ્ડ કપમાં અલગ અલગ ઠેકાણે કુલ 9 મેચ રમશે. 

આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે તેવું પહેલી વાર બન્યું 
ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે, જ્યારે સમગ્ર વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે. અગાઉ ભારત સંયુક્તપણે 1987, 1996 અને 2011માં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે.

2011 બાદ પહેલી વાર ભારતની યજમાનીમાં વર્લ્ડ કપ 
ભારત વર્ષ 2011 બાદ પહેલી વખત વન ડે વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. 5 ઓક્ટોબર 2023થી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેમાં 10 ટીમો ભાગ લેવાની છે જેમાંથી આઠ ટીમો ફિક્સ છે, જ્યારે બે ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટથી નક્કી થશે, જેમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ અને એક સમયની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.

15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે ભારત-પાકની મેચ 
ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્તાનની માગણીઓને સ્વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ
ભારત તેની પ્રથમ મેચ 12 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. 

19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ
વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. 

ભારતનો વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ
ભારત  વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા- 8 ઓક્ટોબર, ચેન્નાઈ
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન - 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત વિરુદ્ધ પાકિસ્તાન - 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ - 19 ઓક્ટોબર, પુણે
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - 22 ઓક્ટોબર, ધર્મશાલા
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ - 29 ઓક્ટોબર, લખનઉ 
ભારત વિરુદ્ધ ક્વોલિફાયર - 2 નવેમ્બર, મુંબઇ
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા - 5 નવેમ્બર, કોલકાતા
ભારત વિરુદ્ધ ક્વોલિફાયર - 11 નવેમ્બર, બેંગલુરુ

ICC ODI World Cup 2023 પર એક નજર
- 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ સાથે વનડે વર્લ્ડ કપનો પ્રારંભ 
- 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ 
- 15 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 
- 15 નવેમ્બરે મુંબઈમાં પહેલી સેમિફાઈનલ, 16 નવેમ્બરે કોલકાતામાં બીજી અને 19મીએ અમદાવાદમા ફાઈનલ 
- કુલ 10 દેશો લેશે ભાગ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ