cricket news : ICCએ T-10 લીગ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં ટીમ મેનેજમેન્ટથી લઈને કેટલાક ખેલાડીઓ પર પ્રતિબંધ મુક્યો છે
અબુ ધાબી T-10 લીગમાં 8 લોકો પર ગડબડીનો આરોપ
બાંગ્લાદેશના પૂર્વ ઓલરાઉન્ડર નાસિર હુસૈન પર આક્ષેપ
T-10 લીગના બે ટીમ માલિકો પર પણ આરોપ
ODI વર્લ્ડ કપ થોડાક જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે આઈસીસીએ એક મેચ ફિક્સિંગનો ખુલાસો કર્યો છે. જે આરોપને લઈ ઘણા લોકો પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. ICCએ અમીરેટ્સ ક્રિકેટ બોર્ડ હેઠળ યોજાનારી અબુ ધાબી T-10 લીગમાં કુલ 8 લોકો પર ગડબડીનો આરોપ લગાવ્યો છે.
નાસિર હુસૈન સહિત કુલ 8 લોકોના નામ સામેલ
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશના પૂર્વ ઓલરાઉન્ડર નાસિર હુસૈન સહિત કુલ 8 લોકોના નામ તેમાં સામેલ છે. જેમાં ક્રિકેટરો, સપોર્ટ સ્ટાફ અને ટીમના માલિકોનો પણ સમાવેશ થાય છે. ICCએ નાસિર હુસૈન પર કલમ 2. 4. 3 અને કલમ 2.4.4 અને કલમ 2.4.6 લગાવી છે. આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ક્રિકેટ ટૂર્નામેન્ટ રમતી વખતે કેટલીક ભેટ મળવાનો દાવો પણ કરવામાં આવ્યો છે તેમજ તે માહિતી છુપાવવામાં આવે છે. ICC અનુસાર આ બધી ગેરરીતિઓ અબુ ધાબી T-10 લીગની 2021ની એડિશમાં થઈ હતી.
T-10 લીગના બે ટીમ માલિકો પર પણ આરોપ
નાસિર હુસૈન બાંગ્લાદેશ માટે 19 ટેસ્ટ, 65 ODI મેચ અને 31 T-20 મેચ રમ્યા છે. તેણે 2017થી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી નથી. જ્યારે તે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને કેટલીક અન્ય લીગમાં સક્રિય છે. આ સિવાય અબુ ધાબી T-10 લીગના બે ટીમ માલિકો કૃષ્ણ કુમાર ચૌધરી અને પરાગ સંઘવી સામે પણ આરોપો લગાવવામાં આવ્યા છે. જેમના પર એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને સહકાર ન આપવાનો આરોપ છે. તેમજ કેટલીક ટીમના હિટિંગ કોચ, ટીમ મેનેજર, આસિસ્ટન્ટ કોચ અને અન્ય બે ખેલાડીઓ પર પણ આરોપો લગાવવામાં આવ્યા છે. ICCએ અત્યારે તો બધાને સસ્પેન્ડ કર્યા છે અને જવાબ આપવા માટે થોડા દિવસનો સમય પણ આપ્યો છે.