બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / I want to make Vipul Chaudhary home minister again BJP MPs statement

વિવાદ / વિપુલ ચૌધરીને ફરી ગૃહમંત્રી બનાવવા ઈચ્છુ છું : ભાજપ સાંસદના નિવેદન બાદ ઉત્તર ગુજરાતના રાજકારણમાં હડકંપ

Kishor

Last Updated: 07:50 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયનું ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ ઉદ્ઘાટન કરી વિવાદિત નિવેદન આપતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

  • ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભાજપ સાંસદના નિવેદનથી ગરમાવો
  • ભાજપના સાંસદે અર્બુદા સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા મામલો ચર્ચામાં
  • વિપુલ ચૌધરીને ફરી ગૃહમંત્રી બનાવવા ઈચ્છુ છુ : ભરતસિંહ ડાભી

ઉત્તર ગુજરાતના રાજકારણમાં હડકંપ સર્જતા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલયના ઉદ્ઘાટન કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ દરમિયાન ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનો વિપુલ ચૌધરી પર સ્નેહ છલકાયો હોય તેમ સાંસદ ભરતસિંહે 
વિપુલ ચૌધરીને ફરી ગૃહમંત્રી બનાવવા ઈચ્છુ છું. આવું  નિવેદન આપતા સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડયું છે. 

ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનો વિપુલ ચૌધરી પર સ્નેહ છલકાયો
એક બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે. જેને લઈને ગુજરાતના રાજકારણમાં નીતનવી ઊથલપાથલ થઇ રહી છે. તેવામાં ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભાજપના  સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનથી ગરમાવો આવ્યો છે.સાંસદ ભરતસિંહ ડાભીએ ખેરાલુમાં અર્બુદા સેનાના કાર્યાલય ઉદ્ઘાટન કરતી વેળાએ વિવાદિત સંબોધન કરી નાખ્યું હતું. ખુદ ભાજપના જ સાંસદે પોતાના જ મતવિસ્તારમાં વિપુલ ચૌધરીને સક્રિય રાજકારણમાં ફરી લાવવાની વાત કરી દેતા મુદ્દો ચર્ચાના ચકડોળે ચડયો છે. આ તકે ભરતસિંહ ડાભીએ જાહેરમાં હુંકાર કરતાં જણાવ્યું હતું કે બધા એકઠા થઇને વર્ષ 2022માં વિપુલ ચૌધરીને ફરી રાજકારણમાં લાવીએ. એટલું જ નહીં પોતે વિપુલ ચૌધરીને ફરી ગૃહમંત્રી બનાવવા ઇચ્છતા હોવાનું પણ ભરતસિંહ ડાભીએ ઉમેર્યું હતું.

ભરતસિંહએ ઉદ્ઘાટન દરમિયાન કરેલા સંબોધનથી વિવાદ
ઉલ્લેખનીય છે કે મહેસાણા સહિત ગુજરાતભરમાં ચૌધરી સમાજમાં મોટું નામ ધરાવતા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવી છે. જે પાર્ટી ભાજપ સામે લડવા જ બનાવી હોવાની જે-તે સમયે લોકોમાં ચર્ચા જાગી હતી. ત્યારબાદ હવે ભાજપના સાંસદે અર્બુદા સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી આ પ્રકારનું નિવેદન આપતા સવાલો ઊભા થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ