ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ચીન કનેક્શનના આરોપો વચ્ચે જેન્સન હુઆંગ ફરી બન્યા Nvidiaના CEO, ટ્રમ્પે ગણાવ્યા 'મહાન દેશભક્ત'
Last Updated: 12:15 AM, 24 November 2026
ADVERTISEMENT
દુનિયાની અગ્રણી ટેક કંપની Nvidiaને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના કો ફાઉન્ડર જેન્સન હુઆંગ ફરી એકવાર CEO તરીકે જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. જેની ખાસ વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમની વાપસીને યોગ્ય નિર્ણય ગણાવીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. જેમાં ટ્રમ્પે હુઆંગને દેશના મહાન દેશભક્ત અને નેશનલ એસેટ સમાન વ્યક્તિ ગણાવ્યા છે.
ADVERTISEMENT
જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Nvidiaના કો ફાઉન્ડર જેનસન હુઆંગની CEO પદ પર વાપસીનું જોરદાર સમર્થન કર્યું છે. ટ્રમ્પે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. જેમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની અર્થવ્યવસ્થા અને Nvidiaની સફળતા માટે હુઆંગનું નેતૃત્વ જરૂરી છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, અમેરિકન સરકાર પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે 63 વર્ષીય હુઆંગની CEO પદ પર વાપસીથી રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ ખતરો છે. તેમને ઉમેર્યું કે અમેરિકન એટર્ની જનરલે પુષ્ટિ કરી છે કે હુઆંગ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું કોઈ પુરાવો સરકાર પાસે નથી.
ADVERTISEMENT
ટ્રમ્પે Nvidiaના બોર્ડના નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે, જેનસન હુઆંગને ફરીથી CEO બનાવવો એ સાચો નિર્ણય છે. તેમને હુઆંગને મહાન દેશભક્ત ગણાવ્યા અને કહ્યું કે તેઓ હુઆંગને વ્યક્તિગત રીતે જાણે છે. તેમને હુઆંગ, કંપનીના બોર્ડ અને અમેરિકન લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
લગભગ બે અઠવાડિયા પહેલા હુઆંગે CEO પદ છોડી દીધું હતું. તેની પાછળ તેમના અફેર્સ અંગેની અહેવાલો હતા, જેમાં સિંગાપોરની એક કંપનીની પૂર્વ એક્ઝિક્યુટિવ સાથેના સંબંધનો પણ સમાવેશ હતો. તે મહિલા પર અમેરિકી ગુપ્તચર એજન્સીઓને ચીન સાથે સંબંધ હોવાની શંકા હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે APEC સમિટ દરમિયાન ટ્રમ્પે ચીના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમને કહ્યું કે, તેમને જિનપિંગને કહ્યું હતું કે હુઆંગને બીજી તક મળવી જોઈએ. ટ્રમ્પે તે પણ સ્વીકાર્યું કે અગાઉ અમુક ખોટા નિર્ણયો થયા હતા. તેમ છતાં તેમને Nvidiaને અમેરિકન એક્સપોર્ટ કંટ્રોલ નિયમોના પાલન અંગેની આંતરિક તપાસ ચાલુ રાખવાનું કહ્યું છે કેમ કે રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા કંપનીની કાયદેસરની જવાબદારી અને દેશ પ્રત્યેનું કર્તવ્ય પણ ગણાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો